રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં બાર એસોસિએશનના યોજાયેલી ચૂંટણી જંગમાં ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસિએશન કબજે કરવા સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે સમરસ પેનલને ટક્કર આપવા એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારવા ચૂંટણી જંગ જામ્યો હતો ચૂંટણીનું પરિણામ મધરાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં બુધ્ધિજીવી વકીલો દ્વારા ક્રોસ વોટીંગ સર્જાતા પ્રમુખ પદના ઉમેદવારમાં અપસેટ સર્જાયો છે.
બાર એસોસીએશનની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન: ભારે ઉત્તેજના સાથે મોડી રાત્ર સુધી મતગણતરી ચાલી: કોર્ટ કમ્પાઉન્ડમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ
‘બુધ્ધીજીવી’ એડવોકેટોએ ક્રોસ વોટીંગ કરતા ઉમેદવારોના જીવ અધ્ધરતાલ રહ્યા
સમરસ પેનલના ઉપપ્રમુખ, મહિલા સહિત સાત કારોબારી અને એકિટવ પેનલના ફાળે પ્રમુખ અને બે કારોબારી સભ્ય ચૂંટાયા
બાર એસોસિએશનની ચૂંટણીમાં “ગઢ આલા પર સિંહ ગેલા” જેવો ઘાટ સર્જાયો હતો જેમાં સમરસ પેનલના કેપ્ટન કમલેશ શાહનો પરાજય થયો અને એક્ટિવ પેનલના ઉમેદવાર બકુલ રાજાણીએ વિજય હાંસલ કર્યો હતો. જ્યારે સમરસ પેનલના ઉપપ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મહિલા અનામત અને 7 કારોબારી ઉપર કબજો કર્યો હતો તેમજ બાર એસોસિએશનના નવ કારોબારી હોદા ઉપર જ્યારે એક્ટિવ પેનલના પ્રમુખ સહિત ત્રણ ઉમેદવારો વિજેતા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો.
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલ અને એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ જામ્યો હતો અને બંને પેનલોએ ચૂંટણી જંગ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં સમરસ પેનલ અને એક્ટિવ પેનલ સહિતના સ્વતંત્ર ઉમેદવાર સહિત 43 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. ત્રણ વાગે મત ગણતરી પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને મત ગણતરીમાં પ્રમુખ અને ઉપપમુખ પદ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને મધરાત્રે મત ગણતરી પૂર્ણ થતા જ એક્ટિવ પેનલના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ સમરસ પેનલના પ્રમુખ પદના દાવેદાર કમલેશ શાહને પરાજય આપ્યો હતો
જ્યારે ઉપ પ્રમુખ પદે ભારે રસાકસી બાદ સમરસ પેનલના સુરેશ ફળદુએ એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા ને 10 મતે હરાવ્યા હતા જ્યારે સેક્રેટરી પદે પી.સી. વ્યાસ સામે એક્ટિવ પેનલના સુમિત વોરાએ હરનો સ્વાદ ચાખવો પડ્યો હતો જોઇન્ટ સેક્રેટરી પદે સમરસ પેનલના જયેન્દ્ર ગોંડલીયાએ ભારે લીડથી એક્ટિવ પેનલના કેતન મંડને હરાવ્યા હતા જ્યારે ટ્રેઝરર પડે સમરસ પેનલના આર.ડી. ઝાલાએ એક્ટિવ પેનલના દિવ્ય છગને પરાજિત કર્યા હતા લાઇબ્રેરી સેક્રેટરી માટે મેહુલ મહેતાએ એક્ટિવ પેનલના સંજય જોષીને પાછળ રાખ્યા હતા.મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલ અને સમરસ પેનલના વિજેતા ઉમેદવારોએ મધરાત્રે ઢોલ નગારા અને આશતબાજી કરી જીતનો જશ્ન બનાવ્યો હતો.
કારોબારીમાં વિજેતા
મહિલા કારોબારીમાં સમરસ પેનલના રેખાબેન લીંબાસીયાએ એક્ટિવ પેનલના અજય પીપળીયા, પિયુષ સખીયા અને હિરલબેન જોશીનો વિજય થયો હતો જ્યારે સમરસ પેનલના અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, કૌશલ વ્યાસ, અમિત વેકરીયા, નિકુંજ શુક્લ અને ભાવેશ રંગાણીનો વિજય થયો હતો મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલ અને સમરસ પેનલના વિજેતા ઉમેદવારોએ મધરાત્રે ઢોલ નગારા અને આશતબાજી કરી જીતનો જશ્ન બનાવ્યો હતો.
બાર એસોસીએશનની ચુંટણીનું મતગણતરી અંતિમ તબકકામાં હતી અને પરિણામ જાહેર કરે તે પૂર્વે પ્રમુખ સહિત ચાર ઉમેદવારો દ્વારા પુન: મતગણતરી માટે અરજી કરવામાં આવી છે. જેમાં સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર કમલેશભાઇ શાહ, એકિટવ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર સિઘ્ધરાજસિંહ જાડેજા અને કારોબારી સભ્યના ઉભેદવાર યશ ચોલેરા અને સાગર હયાણી એ ફેર મતગણતરીની માંગ સાથે અરજી કરી છે. જે અરજી અંગે ચુંટણી અધિકારી દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.