ગુજરાત ખાદીમાં 30% અને અન્ય પ્રાંતની ખાદી પર 10% વળતર
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિથી તા.2જી ઓકટોબરથી ખાદીમાં રિબેટ (વળતર) શરૂ થયેલ છે. આ વખતે ગુજરાત સરકારે ગુજરાત ખાદીમાં 30% વળતર જાહેર કરેલ છે. અને સંસ્થાએ પોતાનું 10% વિશેષ વળતર આપતા ચાલુ વર્ષે અત્યાર ગુજરાત ખાદીમાં 40% વળતર હાલ આપવામાં આવે છે.
પરપ્રાંત ખાદીમાં 20% વળતર હાલ આપવામાં આવે છે. આ ખાદીમાં 40% વળતર જાહેર થતા ખાદી ગ્રામોદ્વોગ ભવન ત્રિકોણબાગ રાજકોટનું છેલ્લા 12 દિવસમાં ખાદીનું વેચાણ 33 લાખનું થયેલ છે. અને ગ્રામોદ્યોગ હેન્ડીક્રાફટનું 9 લાખનું મળીને 12 જ દિવસમાં 42 લાખનું વેચાણ થયેલ છે. તેમ મેનેજર જીતેન્દ્રભાઈ શુકલએ જણાવ્યું હતુ.
40% વળતરથી આ વર્ષે ગત વર્ષ કરતા 12 દિવસમાં વેચાણમાં 34 થી 40% જેટલો વધારો થયેલ છે. આ વળતરનો લોકો વધુ લાભ લઈ શકે તે માટે ખાદી ભવન ત્રિકોણબાગ બધા જ રવિવાર અને દિવાળીના દિવસે પણ ચાલુ રહેશે.