ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત, બે મુસાફર ઘાયલ
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા શેઠનગર નજીક એસ.ટી. બસ લોખંડના એંગલ ભરેલા ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતમા એસ.ટી. ડ્રાઈવરનું મોત નીપજયુ હતું જ્યારે બે મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ એસ.ટી. બસના કંડક્ટર તરીકે ફરજ બજાવતા હિતેષભાઇ ભરતદાસ અગ્રાવત એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એસ.ટી. બસના ડ્રાઇવર તુષારભાઇ જોષી( વડાળા , જામજોધપુર) સાથે સોમવારની બપોરે જામનગર – રાજકોટ રૂટની બસ પરત જામનગર જવા રવાના થઇ હતી ત્યારે જામનગર હાઇવે પર શેઠનગર પાસેથી પસાર થતી હતી ત્યારે આગળ જતા લોખંડના એંગલો ભરેલો ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા બસના ચાલક તુષારભાઇએ બ્રેક મારી હતી .બ્રેક મારી છતાં પણ બસ ટ્રક સાથે પાછળથી અથડાતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં ટ્રકના એંગલો બસમાં ઘુસી જતાં બસનો આગળનો કાચ તુટી જવાથી સાથે ચાલક તુષારભાઇના શરીરમા ઘુસી જતા ઇજા થતાં બેભાન થયા હતા . જ્યારે બસમાં બેસેલા વિસાવડમાં રહેતા 21 વર્ષીય યુવતી મંજુબેન ટોયટા અને ભોમેશ્વર પ્લોટમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ચંદ્રકાંતભાઇ કોટક ને પણ ઇજા થતાં ત્રણેયને 108 મારફતે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા . જ્યાં ડ્રાઈવર તુષાર જોષીનું મૃત્યુ નિપજ્યું હતું . ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવની ધ્રોલ ખાતે રહેતા અને એસટીમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ ભરતદાસ અગ્રાવતે લષ 3 ફિં 3017 નંબરના ટ્રકના ચાલક સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.