રાજકોટ ડિસ્ટ્રીક્ટ ટીમ-એ સામેના ફાઈનલમાં ભાગ્યરાજસિંહ ચુડાસમાએ 129 રન ફટકાર્યા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અન્ડર-25 વનડે ક્રિકેટ ટૂર્નામેન્ટ 2021-22ના ફાઈનલ મેચમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ ટીમ-એ ને 3 વિકેટે પરાજય આપી રાજકોટ રૂરલની ટીમે ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી છે. ફાઈનલ મેચમાં ભાગ્યરાજસિંહ ચુડાસમાએ આક્રમક 129 રન ફટકાર્યા છે.
ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા મેચમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ ટીમ-એ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રશમ રાજદેવના 80 રન, સમર ગજ્જર 70 રન અને હેતવીક કોટકના 62 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 280 રન ફટકાર્યા હતા. 281 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી રાજકોટ રૂરલની ટીમે 42.4 ઓવરમાં સાત વિકેટના ભોગે 282 રન બનાવી ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી હતી. ભાગ્યરાજસિંહ ચુડાસમાએ 105 બોલમાં 129 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત રિષી પટેલે 81 રન અને રક્ષીત મહેતાએ 46 રન ફટક્ાર્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ દ્વારા ચેમ્પિયન બનેલી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વીનીંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.