લોકોની સુરક્ષા, સલામતિ અને આરોગ્ય લક્ષી પગલાથી ખૂન, લૂંટ, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના વડપણ હેઠળ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા માર્ગ દર્શન હેઠળ પોલીસ સ્ટાફે કોરોનાની મહામારીમાં વધારાની ફરજ બજાવી પ્રજાની પડખે ઉભા રહ્યા
લોક ડાઉનનો અસરકારક અમલ કરાવી કોરોના સંક્રમિત થતા લોકોને બચાવ્યા
૨૧ ઓકટોમ્બરે પોલીસ ફરજ દરમિયાન થયેલા શહિદોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલી આપવાના પોલીસના વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. દેશભરમાં ૨૬૪ જેટલા શહિદોને શ્રધ્ધાજંલી આપવા માટે રાજકોટ રૂરલના મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે શહિદ પરેડ યોજવામાં આવી ત્યારે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહ દ્વારા શહિદોના નામની યાદી વાચવામાં આવી હતી. અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન કરેલી સુંદર કામગીરીને બિરદાવી હતી ત્યારે એસપી બલરામ મીણાએ પણ વર્ષ દરમિયાન કરેલી કામગીરી પોતાના ચુનંદા સ્ટાફને આભારી હોવાનું કહી જિલ્લાના પોલીસ સ્ટાફની પીઠ થાબડી છે.રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુંદર સ્થિતી જાળવવામાં સફળ રહેલા એસપી બલરામ મીણાના સિધા માર્ગ દર્શન હેઠળ એલસીબી, એસઓજી, સાઇબર સેલ અને તમામ તાલુકા મથકના પોલીસ સ્ટાફ દ્વારા કોરોનાની વૈશ્ર્વિક મહામારી દરમિયાન લોકોની સલામતિની સાથે સુખાકારી માટે આરોગ્ય લક્ષી પણ અસરકારક કામગીરી કરી રાજકોટ જિલ્લા પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર બની સમગ્ર રાજયમાં રૂરલ પોલીસનું નામ રોશન કર્યુ છે.
રૂરલ પોલીસ દ્વારા ૨૦૨૦ના વર્ષમાં ૪૭૪૦ જેટલા પ્રોહિબીશન અંગે ગુના નોંધી દારૂબંધીનો કડક અમલ કરાવ્યો છે, ૭૩૨ જેટલા જુગારના ગુનો નોંધી સમાજને બરબાદીમાંથી ઉગાર્યા છે. આ ઉપરાંત લોધિકાના ખાંભા નજીક જૂનાગઢની કિરણબેન કિશોરભાઇ પરમાર નામની મહિલા હત્યા, બાબરાના ખાનપર ગામના હરેશ સોમાભાઇ કિહલાની જસદણના સ્વામી નારાયણ મંદિર પાસે થયેલી હત્યા, ગોંડલના ભરૂડી પાસે રાજસ્થાની શંકર રામની હત્યા, ધોરાજીના ઝાંઝમેર ગામે એમ.પી.ના કમલેશ ઉર્ફે કમલા ચૌહાણ, ઉપલેટાના ગણોદ ગામે રમણીક ઉર્ફે રમેશ જીકા દેગામાની હત્યા, વિછીંયાના સરવા ગામ પાસે લાભુભાઇ શામળાભાઇની હત્યાનો આગવી કુન્હેથી ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને જેલ ભેગા કર્યા છે.રાજકોટનો ભીક્ષુક પરિવાર લોકડાઉનમાં જેતપુર નવાગઢ ખાતે ફસાયો હતો ત્યારે તેમને પોલીસ દ્વારા ભોજન વ્યવસ્થાની સાથે સુરક્ષા પુરી પાડી હતી ત્યારે મોડીરાતે ભીક્ષુક પરિવારની માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજરાનાર પરપ્રાંતય સોનું જગદીશ ચૌહાણની ગણતરીની કલાકોમા જ ધરપકડ કરી ભેદ ઉકેલ્યો છે.
જ્યારે ઉપલેટાના ડુમીયાણી પાસે ધાડ પાડવાના ઇરાદે ધસી આવેલા પરપ્રાંતિય ૧૫ શખ્સોને ઘાતક હથિયાર સાથે ધરપકડ કરી રાજકોટ જિલ્લામાં ગંભીર ગુનો થાય તે પહેલાં અટકાવ્યો છે. રાજકોટ રૂરલ પોલીસ ખૂન, લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ઉપરાંત યુવાધનને બરબાદ થતો બચાવવા માટે ગાંજો અને ચરસ જેવા કેફી પર્દાથના વેચાણ કરતા ડ્રગ્સ માફિયા પર ધોસ બોલાવી એક વર્ષ દરમિયાન ૧૧૭ કિલો ગાંજો કબ્જે કરવામાં સફળતા મળી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવા ટ્રાફિકને લગતા વિવિધ કાર્યક્રમ યોજયા હતા. તેમજ માસુમ બાળકો જાતિય શોષણનો ભોગ ન બને તે માટે સેમિનાર યોજયા હતા. ૩૭૦ કીલોમીટર સુધી ૭૨ સાયકલ સવાર સાથે ચેતના સાયકલ યાત્રા યોજી છે. મુખ્ય મંત્રીની ઉપસ્થિતીમાં માઉન્ટન પોલીસ હેડ કવાર્ટર ખાતે મીની કામા અશ્ર્વ શોનું આયોજન કર્યુ હતું. પ્રજાની સલામતિ માટે સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ સમાન જિલ્લાના સાત યાત્રાધામ પર કુલ ૪૧ સ્થળોએ ૭૨૪૫ સીસીટીવી કેમેરા અને શાપર-વેરાવળ તેમજ મેટોડા જીઆઇડીસીમાં ૨૧૦ સીસીટીવી કેમેરા જ્યારે જેતપુર શહેરમાં નગરપાલિકા અને ડાંઇગ એસોસિએશનના સહયોગથી રૂરલ પોલીસ દ્વારા ૫૦ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેના કારણે ગંભીર ગુનાનો ભેદ ઉકેલવાની સુંદર કામગીરી કરી પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરીની પસંશા થઇ રહી છે.
લોકડાઉનમાં શ્રમિકોને ૬૦ હજાર રાશનકીટનું વિતરણ કરતા એસપી મીણા
૩૦ ટ્રેન અને ખાનગી વાહન દ્વારા ૬૯૫૪૧ મુજરોને તેમના વતન પહોચાડયા વ્યવસ્થા
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન રાજકોટ જિલ્લાના મેટોડા, શાપર-વેરાવળ, ગોંડલ અને જેતપુર ખાતે ફસાયેલા પરપ્રાંતિય શ્રમજીવીઓને સમયસર ભોજન મળી રહે તે માટે સામાજિક સંસ્થાની મદદથી ૬૦ હજારથી વધુ શ્રમિકોને રાશન કીટનું વિતરણ કરી માનવતા લક્ષી કામગીરીનું ઉત્તમ ઉદારણ પુરૂ પાડયુ હતું જ્યારે ૫૩ હજાર જેટલા શ્રમિકોને રૂબરૂ મળ્યા હતા. ૬૯૫૪૧ શ્રમજીવીઓને તેમના વતન જવા માટે ૩૦ ખાસ ટ્રેન, ૭૦૩ બસ અને ૫૭ અન્ય વાહનની મદદ અલગ અલગ રાજયમાં શ્રમિકોને તેમના વતન જવાની વ્યવસ્થા કરાવવા ઉપરાંત તમામ મજુરોને ટ્રેનમાં ભોજન મળી રહે તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.
લોકડાઉનનો અસરકારક અમલ કરાવવા ૪૩ ચેક પોસ્ટ ઉભી કરી
માસ્ક, સેનેટાઇઝર, વિટામીન સી અને આર્યુવેદીક ટેબલેટનું કરાયું વિતરણ
કોરોના મહામારીને અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉનમાં લોકો અવર જવર કરતા અટકાવવા માટે જિલ્લાના વિવિધ હાઇ-વે પર ૪૩ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના સિધા માર્ગ દર્શન હેઠળ ચાર ડીવાય.એસ.પી કક્ષાના પોલીસ અધિકારી, એલસીબી અને એસઓજી સ્ટાફ સાથે ૩૧૧૯ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવી હતી તેમજ ૪૭ વાયરલેસ સેટ સાથે પોલીસના વાહન દ્વારા સઘન પેટ્રોલિંગ વ્યવસ્થા ઉભી કરી હતી. ડ્રોન કેમેરા, સર્વેન્સની ટીમ દ્વારા ૩૨૬ ગુના નોંધવામાં આવ્યા હતા. કોરોના અંગે સોશ્યલ મિડીયામાં ખોટી અફવા ફેલાવનાર ૬ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. કોરોના સંક્રમિત ન થાય તે માટે માસ્ક, સેનેટાઇઝર, વિટામીન-સી અને આર્યુવેદીક ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો
ખનિજ માફિયા અને ગેંગસ્ટર પર ભીસ વધારતા આઇજીપી સંદિપસિંહ
રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા દ્વારા કરાયેલી સુંદર કામગીરીની સાથે રેન્જ આઇજી દ્વારા ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધવા ઉપરાંત ખનિજ માફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલ પર ભીસ વધારવા ઉપરાંત દારૂ અને જુગાર જેવી બદીને ડામવા તેમજ ખૂન જેવા ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપવાનો શ્રેય સંદિપસિંહના ફાળે જાય છે.