- તેરા તુજકો અર્પણ
- સાડા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ગ્રામ્ય પોલીસે
- રૂ. 2.34 કરોડની કિંમતના 1777 મોબાઈલ રિકવર કર્યા
ચોરી અથવા ગુમ થયેલો મોબાઈલ ભાગ્યે જ પરત આવે તે વાત હવે પોલીસ જૂઠી સાબિત કરી રહી છે. તાજેતરમાં શહેર પોલીસે અડધા કરોડથી વધુના મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યા બાફ હબે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુમ/ચોરી થયેલ કુલ-163 મોબાઇલ ફોન 26,50,656 રૂપીયાના મોબાઇલ ફોન શોધીને મુળ માલિકો ને પરત કર્યા છે. રાજકોટ જિલ્લા પોલોસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સુચના મુજબ ડી.વાય.એસ.પી. એસ.એસ. રધુવંશીના સીધા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એચ.વાજા તથા કોમ્પ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે ખુબજ ખંતપુર્વક મહેનત કરી રાજકોટ ગ્રામ્ય જીલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લામાંથી તેમજ અન્ય રાજ્યો(મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડીશા, આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, હરીયાણા, તથા રાજસ્થાન)માંથી પણ અરજદારોના ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન ટ્રેસ કરી ચાલુ વર્ષમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન કુલ મોબાઇલ ફોન -163 નંગ જેની અંદાજીત કુલ કિંમત 26.50,656 રૂપીયાના શોધી કાઢ્યા હતા.જે બાદ આ મોબાઈલ ફોનના મૂળ માલિકોનો સંપર્ક કરીને અરજદારને મોબાઈલ પરત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ 2021 થી 2024 દરમ્યાન રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ રૂ. 2,34,82,048ની કિંમતના 1777 મોબાઈલની રીકવરી કરી અરજદારોને પરત આપવામાં આવ્યા છે.
આ આંકડાઓની જો વાત કરવામાં આવે તો વર્ષ 2021માં રૂ. 60,28,213ની કિંમતના 439 મોબાઈલ, વર્ષ 2022માં રૂ. 49,15,200ની કિંમતના 342 મોબાઈલ, વર્ષ 2023 રૂ. 1,25,35,329ની કિંમતના 833 મોબાઈલ અને વર્ષ 2024ના આશરે 4 માસના સમયગાળામાં 163 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને અપીલ કરવામા આવે છે કે, આવી અસામાજીક પ્રવૃતિ અટકે તે માટે કોઇપણ નાગરીકે બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બિનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમાં કરાવી સારા નાગરીક તરીકે ની ફરજ નિભાવવા જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે.