રેન્જ આઇજી સંદીપસિંઘે આર.આર. સેલ અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાજકોટ ગ્રામ્ય પોલીસને સોપી કામગીરી : રૂ.ર લાખનો મુદામાલ કબ્જે કર્યો
સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં ધમધમતી જુગારની કલબ પર સ્થાનીક પોલીસ અને આર.આર. સેલને અંધારામાં રાખી રેન્જ આઇજી સંદીપસિંહની સુચનાથી રાજકોટ એલસીબીએ દરોડો પાડી ૧ર શખ્સોની ધરપકડ કરી રૂ.ર લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વીગત મુજબ થાનના રેલવે સ્ટેશન પાસે તળાવ નજીક રુપાલી જીમખાનાની દીવાલની આડસમાં જાહેરમાં જુગારધામ ધમધમતી હોવાની રેન્જ આઇજી સંદીપસિંહ ને મળેલી માહીતીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીને આપેલી સુચનાના આધારે પીઆઇ એ.આર. ગોહીલ, એએસઆઇ એચ.એમ. રાણા, એસઓજીના પી.આઇ. એચ.ડી. હીંગરોજા અને પીએસઆઇ એસ.આર. ખરાડી સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન જુગાર રમતો થાનનો નીલેશ ધનજી મહેતા, સાયલાનો નડાળા ગામનો બુધાલાલજી બોરસાણીયા, મોરબીનો સુખરામ પ્રભુ જીંજુવાડીયા, ચોટીલાના મગરીખડા ના સંજય રસીક વનાણી, ધ્રાંગધ્રાના રાકેશ વીનોદ ઇઘાટીયા, મોરબીનો કલ્પેશ બાબુ ચીખલીયા, થાનનો વીજય રતીલાલ કુંભાર, અમદાવાદનો સાહીદ વારીશ અલી અંશારી, થાનનો વીનોદ ઉર્ફે શૈલેષ કાનજી ચૌહાણ, વડોદરાનો મોહંમદ હનીફ રજબ દુધવાળા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ અને ૧૧ મોબાઇલ મળી ર લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આ દરોડામાં એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, નીલેશભાઇ ડાંગર, રણજીતભાઇ ધાંધલ અને પ્રકાશભાઇ પરમાર સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.