- જસદણ, ગોંડલ, કોટડા અને વીરપુર પંથકમાં પોલીસે 7 દરોડા પાડી 8 મહિલા સહીત 55 પતાપ્રેમીઓને રૂ. 2.26 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા
ભીમ અગિયારસ નિમિત્તે ઠેર ઠેર જુગારના પાટલા મંડાઈ જતાં હોય છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારના રંગમાં ભંગ પાડ્યો હોય તેમ જસદણ, ગોંડલ, કોટડાસાંગાણી અને વીરપુર પંથકમાં 7 જેટલાં દરોડા પાડીને 8 મહિલા સહીત 55 પતાપ્રેમીઓને રૂ. 2.26 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા એસ.પીએ આપેલી સૂચનાને પગલે જસદણ તાલુકાના સાણથલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની આટકોટ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા હસમુખ પરબત ધડુક, કુલદીપ મનસુખ સાવલિયા, જયદીપ વિઠ્ઠલ વેકરીયા,રાજેન્દ્રસિંહ જીલુવા સરવૈયા ,પ્રકાશ રમેશ ધડુક, અજય ચંદુ ધડુક અને જયસુખ બટુકભાઈ હરસોરા ની ધરપકડ કરી 74700 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે કોટડા સાંગાણી તાલુકાના ભાડુઇ ગામે જુગાર રમતા અજય કરમશી સાપરા, મુકેશ નાથા બારૈયા, જીતેન્દ્ર પાસા મેટાળીયા, બળદેવ બટુક સાપરા, ઘનશ્યામ ભીખુ સાપરા, જીતેન્દ્ર જાદવ કુમારખાણીયા, નિકુલ આંબા ડોડીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 12,350 નો મુદામાલ કબજે કર્યો છે. તેમજ વાદીપરા ગામે જાહેરમાં જુગાર રમતા અજય ચંદુ પરમાર દિલીપ તળસી ડાભી તો પણ ભીખા ચાવડીયા મહેશ રાજેશ ડાભી ભરતસિંહ ડાભી મોહિત વલ્લભ મોરી જયરાજ કાળુભાઈ નાગાણી અને દેવરાજ મીઠા જાંબુકિયા એ ધરપકડ કરી રોકડા 11,350 કર્યો છે.
ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારના મહાકાળી મંદિર પાસે જુગાર રમાતો અજય હસરાજ ગોહિલ, દિલીપ ભીમજી ચાવડા, સાગર દિનેશ ભોજાણી, સતીશ ભાવેશ કુકડીયા, રવિ રાજુ ગોહેલ, પરાગ પરસોતમ ચાવડા અને કિશન અશોક સાકરીયા ની ધરપકડ કરી રૂપિયા 12580 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે જુગાર રમતા વિજય નારાયણ રામોલિયા, હરેશ લખુ બસિયા, જીગ્નેશ ભરતભાઈ ગોંડલીયા, ભાવેશ ભીખાભાઈ જીવાભાઇ પરમાર અને સાગર લખુભાઇ ડાભીની ધરપકડ કરી 101 80 નો મુદામાલ કબજે કર્યો છે.
જેતપુર તાલુકાના કાગવડ ગામે જુગાર રમતા અરવિંદ પરબત ડોબરીયા, હરેશ રતિ પીઠડીયા, અનિલ કડવા ટીલાળા,ખોડા હાકા ચાવડીયા.,કિશોર પરબત ડોબરીયા, જગદીશ ગિરીશ ઠુંમર, રામજી ચના કંડોળીયા, અલ્પેશ રામજી વેકરીયા ,સંજય ગોવિંદ અને અનિલ બાબુ કામલયા ની ધરપકડ કરી 51,200નો મુદ્દા માલ કબજે કર્યો છે.
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ચંપાબેન શામજીભાઈ ધોકડિયા ,અલ્પાબેન રાજુભાઈ ધરજીયા, વર્ષાબેન અશ્વિનભાઈ સોલંકી, રંજનબેન ઓધડ ચૌહાણ, મનિષાબેન વિજયભાઈ જેઠવા, લાભુબેન રઘુભાઈ ગોહિલ ,સોનલબેન ભુપતભાઈ મેર, નેહાબેન અમૃત રાઠોડ ,મહેશ ઉર્ફે બાવ જગદીશ ડાભી અને ક્રિપાલ જયંતિ ડાભીની ધરપકડ કરી જુગારના પટમાંથી 54,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.