સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત

ફાઈનલમાં રાજકોટ રૂરલે રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એને 55 રને પરાજય આપ્યો

સૌરાષ્ટ્ર  ક્રિકેટ એસોસીએશન આયોજીત  ઈન્ટર ડિસ્ટ્રીકટ અંડર  23 વનડે  ક્રિકેટ ટુર્નામેન્ટનાં ફાઈનલમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એ ટીમને  55 રને પરાજય  આપી રાજકોટ રૂરલની ટીમ ચેમ્પીયન બની છે.

ફાઈનલમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એના  સુકાનીએ ટોસ જીતી પ્રથમ  ફિલ્ડીંગ  કરવાનો નિર્ણય  લીધો હતો. કશ્યપ સુવાના  47 રન,  લકકીરાજ વાઘેલાના  42 અને  સ્મીતરાજ ઝાલાના   36 રનની મદદથી રાજકોટ રૂરલની  ટીમ  48.4 ઓવરમાં  266 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ડિસ્ટ્રીકટ  એ વતી નીલ પંડયાએ  ત્રણ વિકેટ, સમીર ગજજરે બે વિકેટ, જયરાજ જાડેજા, મોઈન બાલાપરિયા, પાશ્ર્નર્વરાજ રાણા અને મન ભટ્ટે  એક એક વિકેટ ખેડવી હતી.

267 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એ  માત્ર 45 ઓવરમાં  211 રન બનાવી ઓલ આઉટ થઈ જતા રાજકોટ રૂરલનો  55 રને વિજય થયો હતો.  ડિસ્ટ્રીકટની ટીમ વતી નમી ખોયાણીએ  71 રન પ્રાર્શ્ર્વરાજ રાણાએ 31 રન અને સિધ્ધાંત રાણાએ 23 રન બનાવ્યા હતા જયારે રૂરલ વતી ઓમ કાનાબારે  ત્રણ વિકેટ, કબીર પટેલ અને કશ્યપ સુવાએ  બબ્બે વિકેટ ઝડપી હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સેક્રેટરી હિમાંશુ શાહ દ્વારા વિજેતા ટીમના કેપ્ટન રક્ષિત મહેતાને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી હતી. આ તકે સૌરાષ્ટ્ર એડવાઈઝરી કમિટીના મોહનસિંહ જાડેજા,મહેશભાઈ ચૌહાણ અને મહેન્દ્રભાઈ રાજદેવ ઉપસ્થિત રહ્યા હતા.મોહનસિંહ જાડેજા મહેશભાઈ ચૌહાણ

હિમાંશુભાઈ શાહે વિજેતા અને રનર અપ ટીમને ખુબ જ સારું ક્રિકેટ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ ખેલાડીઓ અને ટીમ માટે બીસીસીઆઇ ની ઘરેલુ ટુર્નામેન્ટ માટેનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે.

હિમાંશુભાઈ શાહે જણાવ્યું હતું કે અમારી અનેક ટીમો અને ખેલાડીઓનું બીસીસીઆઈની અંતિમ સિઝનમાં ખૂબ જ સારું પરફોર્મન્સ રહ્યું હતું.રણજી ટ્રોફી વિજય હજારે ટ્રોફી અને રાજ્ય વિસ્તારની અન્ડર-25 વન ડે ટ્રોફીમાં નવોદિત ખેલાડીઓનું સારુ પરફોર્મન્સ આવ્યું હતું.મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ સ્થાનિક ક્રિકેટરો નું પરફોર્મન્સ વધુ સારું બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.