મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આગામી શુક્રવારના રોજ સવારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 163મી બોર્ડ બેઠક મળનાર હતી જે અનિવાર્ય સંજોગોના હિસાબ રદ કરવામાં આવી છે અને હવે આ બોર્ડ બેઠક 23મી માર્ચના રોજ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રૂડાની બોર્ડ બેઠકમાં રેકોર્ડબ્રેક સમયમાં તૈયાર થયેલી ટીપી સ્કીમ નં.38/2 મનહરપુર-રોણકી તથા ટીપી સ્કીમ નં.41 (માલીયાસણ-સોખડા)માં કુલ 2 સુચીત મુસદારૂપ નગર યોજનાની અધિનિયમ 1976ની કલમ 47 હેઠળ મળેલા વાંધા સુચનો અને રજૂઆતો અંગે નિર્ણયો લઈ રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મુકવા, એઈમ્સને જોડતા 30 મીટર ડીપી રસ્તાનું ચાર માર્ગીય રોડનું ડામરકામ કરવા અને વર્ષ 2021-22ના 246 કરોડના અંદાજપત્રને મંજૂર કરવા, રીંગ રોડ ફેઝ-3-4, 24 ગામોની પાણી પુરવઠા યોજના, એઈમ્સ સુધી પહોંચવાના રસ્તાઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના મકાનોનું આયોજન કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર હતી પરંતુ અનિવાર્ય સંજોગોના હિસાબે હવે આ બોર્ડ બેઠક આગામી શુક્રવારના બદલે મંગળવારે મળશે.