- આરટીઓની ઝુંબેશમાં ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવા બદલ 1351 કેસો કરી રૂ. 49.91 લાખનો દંડ ફટકારાયો
રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ગત એપ્રિલ મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની ઝુંબેશમાં કુલ 1351 જેટલાં કેસો કરી કુલ રૂ. 49.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓ-રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024ના એપ્રિલ મહિના દરમ્યાન ગુનાહિત વાહનો જેના કુલ કેસ 1351 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ રૂ. 49,91,865નો દંડ ફટકારવામાં આવેલ છે. આરટીઓ તંત્ર દ્વારા ઇન્સ્પેક્ટર કે એમ ખપેડના માર્ગદર્શનમાં ઓવરલોડ વાહનો, ઓવર ડાઇમેંશન, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન, ટેક્સ વગર ચાલતા વાહનો, રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી, ફિટનેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર વાહન હાંકરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ, વીમા વગરના વાહનો વિરુદ્ધ ધોકો ઉગામવામાં આવ્યો હતો.
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ 138 કેસો કરીને રૂ. 20,09,300નો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 55 કેસો કરીને 3,80,850 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 45 કેસો કરીને
45,00,00 91 નો દંડ કરવામાં આવ્યો છે. ટેક્સ વગર ચાલતા 12 વાહનો પર કેસ કરીને રૂ. 4,32,715 નો દંડ જયારે રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 115 કેસ કરીને રૂ. 1,15,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફિટનેસ વિના દોડતા 34 વાહનો વિરુદ્ધ કેસ કરીને રૂ. 1,70,000, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર દોડતા વાહન વિરુદ્ધ 213 કેસો કરીને રૂ. 1,80,000, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 515 કેસો કરીને રૂ. 10,29,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રાયવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 72 લોકો વિરુદ્ધ કેસો કરીને રૂ. 1,44,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
હમ નહિ સુધરેંગે : બેફામ વાહનો દોડાવી સીન-સપાટા કરવા જતાં 515 લોકો દંડાયા : રૂ. 10.29 લાખનો દંડ
રાજકોટમાં ઓવરલોડિંગ, ટેક્સ વિના વાહન ચલાવવા, ઓવરડાયમેંશન સહિતના ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો અંગત સ્વાર્થ હેતુ કરવામાં આવતો જ હોય છે પણ જિલ્લામાં સીન-સપાટા કરવા ભયજનક રીતે વાહન ચલાવવા તેમજ ઓવરસ્પીડિંગ કરવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત એપ્રિલ માસમાં ફકત આરટીઓ તંત્ર દ્વારા ઓવરસ્પીડિંગ અને ભયજનક વાહન ચલાવવા મામલે 551 કેસો કરવામાં આવ્યા છે અને રૂ. 10,29,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૌથી વધુ ઓવરલોડેડ વાહનોને રૂ. 20 લાખનો દંડ
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ 138 કેસો કરીને રૂ. 20,09,300નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે ઓવર ડાઇમેન્સનના 55 કેસો કરીને 3,80,850 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 45 લેશો કરીને 45,00,00 91 નો દંડ કરવામાં આવ્યો છે.