સોનગઢથી એક ઈન્સ્પેકટર અને છોટા ઉદેપુર તથા નડીયાદથી ત્રણ આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરોને રાજકોટ મુકાયા
ગુજરાતની તમામ આરટીઓ તથા એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા મોટર વ્હીકલ ઈન્સ્પેકટર અને આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરોની બદલીઓ કરવામાં આવી છે જેમાં રાજકોટ આરટીઓમાંથી એક ઈન્સ્પેકટર તથા ચાર આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા ગઈકાલે મોટર વ્હીકલ ઈન્સ્પેકટરો અને આસિસ્ટન્ટ ઈન્વેસ્ટરોની બદલીઓનાં ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં રાજયની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઈન્સ્પેકટરો અને આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરોની એક શહેરમાંથી બીજા શહેરમાં બદલીઓ કરવામાં આવી છે. જેમાં રાજકોટ આરટીઓ કચેરી ખાતે ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એસ.વી.પટેલને રાજકોટથી બદલી કરી થરાદ મુકવામાં આવ્યા છે તથા ડી.બી.રામુની રાજકોટથી બદલી કરી ભીલડા ચેકપોસ્ટ પર મુકવામાં આવ્યા છે.
જયારે સોનગઢથી એ.એ.શાહને રાજકોટ બદલી કરવામાં આવી છે તથા રાજકોટ આરટીઓમાં આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એમ.પી.સુથારની બદલી સગબારા, આર.એમ.રાણાની બદલી સોનગઢ, એસ.એસ.યાદવની બદલી કપરાડા તથા એસ.એન.નાડીયાની બદલી ભીલાડ ખાતે કરવામાં આવી છે. જયારે રાજકોટમાં ખાલી પડેલી ચાર આસિસ્ટન્ટ ઈન્સ્પેકટરોની જગ્યાએ છોટા ઉદયપુરથી એમ.સી.પારેખ તથા વી.જી.પ્રજાપતિ અને નડીયાદથી વી.એ.ભગતની રાજકોટ આરટીઓ કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.