ટમેટા, ડુંગળી, લીંબુ, રીંગણાના ભાવ આસમાને: શિયાળામાં નવો ફાલ આવતા ભાવ ઘટવાની પુરેપુરી શકયતા
વરસાદના હિસાબે તમામ શાક ભાજીના પાકને નુકશાની થઈ છે. એના હિસાબે શાકભાજીના ભાવ વધવામાં છે. પણ હજુ આમ જ ખરાબ જેવું વાતાવરણ રહે તો શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે. અત્યારે ટમેટા, ડુંગળી, લીંબુ, રીંગણા આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 2 મહિના પહેલા તમામ શાકભાજીના ભાવ 2 રૂ.થી 10 રૂ ની આજુબાજુ હતા પણ અતીવૃષ્ટિ, વરસાદના કારણે તમામ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળી, રિંગણા, મરચાના છોડને વરસાદને કારણે નુકશાની થઈ છે.
પાણી લાગવાને હિસાબે બળી ગયા છે. હવે શીયાળો ચાલુ થશે ત્યારે તમામ શાકભાજી મહિના દિવસમાં ભાવમાં ઘટાડો થયો તો 5 રૂ થી લઈ 10 રૂ કિલો અત્યારે હાલ જોવા જઈએ તો 80 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાર્કેટીંગ યાર્ડનાં સેક્રેટરી રાજેશભાઈ ગજેરાના જણાવ્યાઅનુસાર હાલ અત્યારે બહાર ગામથી ગુવાર, ટમેટા અને ડુંગળી જે લોકલ ડુંગળીનાભાવ 100 રૂથી લઈ 400 રૂ છે અને જે નાસીકની જૂની ડુંગળી આવી રહી છે તેના ભાવ 100 રૂ થી 600 રૂ. સુધીના છે લોકલ ડુંગળીના પાકમાં 80% સુધીનું નુકશાન થયું છે. નવા ડુંગળીના વાવેતરા થયેલા છે જો એ પાક સારો આવે તો ડુંગળીના ભાવ નીચા આવવાની 100%ની શકયતા છે.
અત્યારે નવી ડુંગળી આવવાની ચાલુ થઈ ગઈ છે. દિવસે દિવસે નવી ડુંગળીની આવક વધશે એના હિસાબેની ડુંગળીઓનાં ભાવમાં ઘટાડો આવશે. ડુંગળીના ભાવમાં ઘટાડો આવવાની શકયતા 15 થી 20 દિવસમાં છે. ટમેટાની આવક મહિના દિવસમાં પુષ્કળ ચાલુ થઈ જશે એના હિસાબે ટમેટાના ભાવમાં પણ ઘટાડો આવશે. આથી ભારે વરસાદના કારણે ભાવ વધારો થયો છે.
પાકમાં ઘણું નુકશાન થયું છે. શીયાળાની દ્રષ્ટીએ શાકભાજીની આવક 50% આવક નથી વરસાદના કારણે પાકને જે નુકશાન થયું છે. એનાહિસાબે 50% જ શાકભાજીની આવક છે. મહિના દિવસમાં શાકભાજીની આવક વધવાના 100%ની સંભાવના છે.શાકભાજીની આવકમાં વધારો થશે અને ભાવમાં ઘટાડો થશે. 15 દિવસ પહેલાના ભાવ કરતા અત્યારના ભાવ 15 રૂપીયા નીચા છે. મહિનામાં 100% ભાવ ઘટવાની શકયતા રહેશે.