અબતક, ગોંડલ

સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. જસાજી સ્વામિના પાટાનુપાટ સ્થવિર ગુ‚દેવ સ્વ. પુ. પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આગમ અર્ક દર્શક, અનંત ઉપકારી પરમપૂજય ગુ‚દેવ બા.બ્ર. રાજેશમુનિજી મહારાજ સાહેબના સુશિષ્યો પરમપૂજય ભવ્યમુનિજી મહારાજ સાહેબ તથા પરમપૂજય હર્ષમુનિજી મહારાજ સાહેબના ચાતુર્માસનો લાભ ઋષભાનન સ્થા. જૈન સંઘ, રાજકોટ (શ્રી ડુંગરગુ‚ શાસન સેવા ટ્રસ્ટ સંચાલીત) ને પ્રાપ્ત થયેલ છે.

ચારિત્રનિષ્ઠ જ્ઞાની, શુઘ્ધ સંયમ પાળનારા આ સંત મહોત્માઓની નિશ્રામાં સંઘમાં ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધના ત્યાંના શ્રાવક-શ્રાવિકાજીઓ કરી રહ્યા છે. ઋષભાનન સ્થા. જૈન સંઘ રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલ છે. આ એરીયામાં આવા શુઘ્ધ સંયમી સંત-મહાત્માનો લાભ જૈન ભાઇઓ બહેનોને મળવો ખૂબ મુશ્કેલ હોય છે, ગયા વર્ષે કોરોનાને કારણે આ લાભ પ્રત્યક્ષ જોઇએ તેટલો લઇ શકાએલ નહીં.

આ પર્યુષણ પર્વ દરમ્યાન આપણા કોડા કર્મની નિર્જરા આવા સંત-મહાત્માના દર્શન વંદન તથા તેઓના શ્રીમુખેથી વ્યાખ્યાનવાણી સાંકળીને કરીએ, અને આ જિનવાણી આપણા અનંતા જન્મમરણના દુ:ખ દુર કરવા તાકાત ધરાવે છે. સંઘમાં પર્યુષણ પર્વ દરમ્યાન સવારે ૯.૧૫ થી ૧૦.૪૫ વ્યાખ્યાન વાણી, સવારે ૧૧.૦૦ થી ૧૧.૩૦ વાંચણી, બપોરે ૩.૩૦ થી ૪.૩૦ જ્ઞાન શિબિર, સાંજે ૭.૦૦ વાગ્યે પ્રતિક્રમણ

પ્રતિક્રમણ બાદ જ્ઞાન પ્રશ્ર્નોતરી ધર્મલાભ, પર્યુષણ પર્વના આઠેય દિવસ અને સંવત્સરીના દિવસે વિશેષ ‚પે સમુહ પૌષધનું આયોજન કરાયું છે.

પર્યુષણ પર્વ દરમ્યાન પૂજય સંત મહાત્માઓની નિશ્રામાં વધારેમાં વધારે સાધના આરાધના અનુકુળતાપૂર્વક થઇ શકે તે માટે સંઘની ઉત્કર્ષ સમિતના સભ્યો નરોતમભાઇ સંધવી, ધીરુભાઇ દોશી, મહેશભાઇ મહેતા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. વિકાસભાઇ (મારવાડી ગ્રુપ) ત્થા ડો. ભરતભાઇ સાથ આપી રહ્યા છે. ત્થા સહપ્રમુખ પરેશભાઇ પટેલ તથા અન્ય હોદેદારો માર્ગદર્શન આપી રહ્યાં છે.

 

ત્રશ્ર્ષભદેવ સ્થા. જૈન સંઘ

સાઘ્વી પ્રમુખા અનંત ઉપકારી ગુ‚ણી ભગવંત બા.બ્ર. પુષ્પાબાઇ મહાસતીજી તથા પુજયના સુશિષ્યા પરમપુજય બા.બ્ર. કુસુમબાઇ મહાસતીજી, પરમપુજય મૈત્રીજી મહાસતીજી, પરમપુજય બા.બ્ર. કૃપાલીબાઇ મહાસતીજી તથા પરમપુજય રશ્મીતાબાઇ મહાસતીજી આદિ પાંચ મહાસતીજી ભગવંતોની શુભ નિશ્રામાં ત્રશ્ર્ષભદેવ સ્થા. જૈન સંઘને પ્રાપ્ત વધેલ છે. પરમપૂજય મહાસતીજી ભગવંતોની નિશ્રામાં સંઘમાં ખુબ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપની આરાધના શ્રાવક-શ્રાવિકાજીઓ કરી રહેલ છે. સંઘે સવારે ૯.૧૫ થી ૧૦.૩૦ વ્યાખ્યાન, સવારે ૧૦.૩૦ થી ૧૧.૧૫ વાંચણી, સાંજે ૭ વાગ્યાથી દેવસીય પ્રતિક્રમણ તેમજ બીજી ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરેલ છે. આ ઉપરાંત પર્યુષણના આઠેય દિવસ અને સંવત્સરીના દિવસે વિશેષ‚પે સમુહ પૌષધનું આયોજન કરેલ છે. પર્યુષણ પર્વ દરમ્યાન વધારેમાં વધારે સાધના આરાધના થાય તે માટે સંઘના કાર્યકરો, બિપીનભાઇ પટેલ, કેતનભાઇ વોરા વિગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સહપ્રમુખ પરેશભાઇ પટેલ સેક્રેટરી પરાગભાઇ કોઠારી તેઓને સાથ આપી રહ્યા છે.

પાર્શ્ર્વનાથ સ્થા. જંન સંઘ

બા.બ્ર. પરમપુજય પુષ્પાબાઇ મહાસતીજીના સુશિષ્યા પરમપૂજય બા.બ્ર. ધર્મજ્ઞાજી મહાસતીજી, બા.બ્ર. પરમપુજય મિતાજ્ઞાજી મહાસતીજી બા.બ્ર. પરમપુજય સૌમ્યતા મહાસતીજી તથા બા.બ્ર. પરમપુજય દેશનાજી મહાસતીજી આદિ ચાર મહાસતીજી ભગવંતો શહેરની મઘ્યમાં તપોભૂમિ પાર્શ્ર્વનાથ સ્થા. જૈન સંઘમાં ચાતુર્માસનો લાભ આપી રહેલ છે. પર્યુષણ પર્વ દરમ્યાન સંઘે આ પ્રમાણે આયોજનો કરેલ છે જેમાં સવારે ૫.૩૦ પ્રતિક્રમણ, સવારે ૭.૦૦ થી ૮.૦૦ યુવા શિબિર, સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વ્યાખ્યાનવાણી, બપોરે ૩.૩૦ થી ૪.૩૦ વિવિધ સ્પર્ધાઓ, સાંજે ૭.૦૦ વાગ્યે દેવસીય પ્રતિક્રમણ, રાત્રે ૮.૩૦ વાગ્યે  થી પુચ્છિંસ્સુણ, પ્રશ્ર્નોતરી ધર્મલાભ પર્યુષણના આઠેય દિવસ અને સંવત્સરી ના દિવસે વિશેષ ‚પે સમુહ પૌષધનુું આયોજ કરાયું છે. પર્યુષણ પર્વ દરમ્યાન પુજય ગુ‚ભગવંતોની નિશ્રામાં વધારે માઁ વધારે સાધના આરાધના અનુકુળતાપૂર્વક થઇ શકે તે માટે સંઘની ઉત્કર્ષ સમિતિ ઘણી જહેમત ઉઠાવી રહેલ છે. ત્થા સંઘના સહપ્રમુખ પરેશભાઇ પટેલ, મંત્રી પરાગભાઇ કોઠારી, ખજાનચી રાજેશભાઇ મહેતા કાર્યકરોને માર્ગદર્શન સહકાર આપી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.