ભાદર અને ન્યારી છલકાવવામાં 3 ફુટ આજી ઓવરફલો થવામાં 4.70 ફુટ બાકી

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી મેઘ વિરામ જેવો માહોલ છે છતાં સૌની યોજના અને છલકાતા નદી નાળાના કારણે જળાશયોની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ભાદર, આજી અને ન્યારી સહિત 18 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 18 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જીવાદોરી ગણાતા આજી ડેમમાં હાલ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવાય રહ્યા હોય ડેમની સપાટી વધી રહી છે. ભાદર ડેમમાં 0.07 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 31 ફુટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 31 ફુટ પહોંચી જવા પામી છે. ડેમમાં 5266 એમ.સીએફસી પાણી સંગ્રહીત છે. આ ઉપરાંત રાજકોટની જળ જરુરીયાત સંતોષતા આજી 1 ડેમમાં નવુ 0.26 ફુટ પાણીની આવક થવા પામી છે. ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાના કારણે સપાટીમાં વધારો થઇ રહ્યો છે.

29 ફુટે આોવર ફલો થતા આજીની સપાટી 24.30 ફુટે પહોંચી જવા પામી છે. ડેમ હવે છલકાવામાં માત્ર 4.70 ફુટ બાકી છે. આ ઉપરાંત  ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ પાણી આવ્યું છે. 25.10 ફુટે ઓવર ફલો થતાં ન્યારી ડેમમની સપાટી ર2.10  ફુટે પહોંચી જવા પામી છે. ન્યારી-ર ડેમમાં 0.16 ફુટ, ઇશ્ર્વરીયામાં 0.16 ફુટ, ઘેલા સોમનાથમાં 0.76 ફુટ, મચ્છુ-1 ડેમમાં 0.30 ફુટ, ડેમી-1માં 0.13 ફુટ, ડેમી-ર માં 0.33 ફુટ, બ્રાહ્મણી-રમાં 0.33 ફુટ, સસોઇમાં 0.10 ફુટ, ઉંડ-1 માં 0.16 ફુટ, વર્તુ-રમાં 0.20 ફુટ , વઢવાણ ભોગવો-1 માં 0.10 ફુટ, વઢવાણ ભોગવો-ર માં 0.30 ફુટ, વાંસદમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.