25 હજારથી એક લાખનો વેરો બાકી હોય તેવા બાકીદારો પર તવાઈ ઉતારાશે
અબતક રાજકોટ
કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. 340 કરોડના ટાર્ગેટ સામે માત્ર 177 કરોડની આવક થવા પામી છે.ટેક્સ રિકવરી સેલ ઉભો કરાયો હોવા છતાં તેની કામગીરી ખાસ દેખાતી નથી.25 હજારથી 1 લાખ સુધીનો બાકી વેરો ધરાવતા 55 હજાર રીઢા બાકીદારો પાસે 100 કરોડ રૂપિયા બાકી નીકળે છે.જે વસૂલવા હવે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું હતું કે 25 હજારથી લઇ એક લાખ સુધીનો બાકી વેરો ધરાવતા હોય તેવા 55 હજાર બાકીદારો પાસે વેરા પેટે 100 કરોડ રૂપિયા બાકી નીકળે છે. વર્ષોથી બાકી નીકળતી આ રકમ વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે,ટેક્સની વસુલાત માટે ખાસ રિકવરી સેલ બનાવવામાં આવ્યો છે. જોકે આ સેલની કામગીરી ખાસ કશું ઉકાળતી નથી હવે કોઈ પણ ભોગે ટેક્સની વસુલાત કરવી પડે તેમ છે. હવે બાકીદારો પર કોર્પોરેશન ધોસ બોલવાશે.બાકીદારોના નળ કે ડ્રેનેજ જોડાણ કાંપી નાખવા.મિલકત ટાંચમાં લેવી,સિલ કરવી કે હરાજી સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રેનેજની ગંદકી ઉપાડવામાં આવતી ન હોવાની ફરિયાદથી કમિશનર લાલઘુમ
ડ્રેનેજની ગંદકી ઉપડવા એજન્સીએ કડક તાકીદ
ડ્રેનેજ કોન્ટ્રાક્ટર મેંન હોલની સફાઈ કર્યા બાદ ગંદકી બહાર ઢગલો કરી જતા રહે છે.જે ઉપાડવામાં બે-ત્રણ દિવસ લગાવી દેવામાં આવે છે.વાહનોની અવર જવરના કારણે આ ગન્દગી રોડ પર ફેલાઈ જાય છે.જેના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.ડ્રેનેજની ગંદકી સફાઈ બાદ તાકીદે ઉપાડી લેવા મ્યુનિસિપલ કમિશનર દ્રારા કડક તાકીદ કરવામાં આવી છે.ગંદકી ઉપાડવાની જવાબદારી એજન્સીઓની છે હવે એજન્સીઓએ આ ગંદકી ઉપાડી લેવી પડશે.