- વકીલોને પડતી મુશ્કેલી અને રેવન્યુના પ્રશ્ર્નોને વાચા આપવા
- નવનિયુકત ચેરમેન દિલીપભાઇ મીઠાણી, પ્રમુખ એમ.જે. પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સખીયાની વરણીને સીનીયર જુનીયર એડવોકેટ આપી શુભેચ્છા પાઠવી
શહેરના રેવન્યુ ક્ષેત્રના વકીલોના પ્રશ્ર્નો માટે પચ્ચીસેક વર્ષથી જાગૃત અને સંવેદનશીલ રેવન્યુ પ્રેક્ટિસ એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારોએ “અબતક”ની શુભેચ્છા મુલાકાત લઇ તાજેતરમાં મહેસુલી સિટી સર્વે અને સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના પ્રશ્ર્નોએ ઉકેલ મળવ્યો હોવાની વિગતો આપીને રેવન્યુ વકીલોના પ્રશ્નો સદાય ઉકેલવાની ખાતરી આપી છે.
આ તકે બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ નવનિયુક્ત ચેરમેન દિલીપભાઈ મીઠાણી, પ્રમુખ એમ જે પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ સખિયા અને જે. એલ. રામાણી સહિતના સિનિયર વકીલો હાજર રહી અને વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવાનો કોલ આપ્યો છે. શહેરમાં રેવન્યુનો વકીલોનાં અનેક પ્રકારનાં પ્રશ્નો તથા રેવન્યુને લગતા પ્રશ્નોનાં નિરાક2ણ માટે આશરે 25 વર્ષથી રેવન્યુ પ્રેકટીશનર્સ એશોશીએશન કાર્યરત છે.
તેમજ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મીઠાણીનાં નેતૃત્વ હેઠળ વર્ષોથી રેવન્યુ પ્રેકટીશ કરતાં વકીલોનાં ઘણાં પ્રશ્ર્નોનો ઉકેલ વખતોવખત કાયદાની મર્યાદામાં રહીને સુંદર રીતે ક2ેલ છે.હાલમાં જ સબ-2જિસ્ટ્રાર કચે2ીઓમાં રેવન્યુનાં વકીલોને પડતી અનેક મુશ્કેલીઓ અન્વયે રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોશીએશનનાં હોદ્દેદારોએ રાજકોટ બાર એસોશીએશનના હોદ્દેદારોને સાથે રાખીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સફળ રજુઆત કરીને તેનો સુખદ ઉકેલ લાવ્યા હતા.
રેવન્યુ પ્રેકટીશનર્સ એશોશીએશન સિનિયર વકીલો દિલીપભાઈ મીઠાણી, એન. જે. પટેલ, કાંતિલાલ સોરઠીયા, પંકજભાઈ કોઠારી, રમેશભાઈ ઘોડાસરાનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત હતું. દરમિયાન સિનિયર ધારાશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ એસોસિએશનમાં નવાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. તેમાં તેવી લાગણી વ્યકત કરતાં તે અનુસંધાને ટોટ બાર એસોશીએશન સિનીયર ધારાશાસ્ત્રીઓ સાથે વિચાર-વિમર્સ કરીને હાલનાં રેવન્યુ પ્રેકટીશનર્સ એશોશીએશનની સંરચના કરવામાં આવેલ છે.
રેવન્યુ પ્રેકટીશનર્સ એશોશીએશન રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરતાં તમામ વકીલોને સાથે રાખીને યુનિવર્સલ બ્રધર હુડની ભાવનાથી રેવન્યુને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કટિબધ્ધ છે.આ એસોશીએશનમાં નવનિયુકત તમામ હોદ્દેદારોને રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સિનીયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, લલીતિસંહ શાહી અને ભગીરથસિંહ ડોડીયા વિગેરેએ શુભેચ્છા પાઠવી છે.
- ઉપપ્રમુખ કિશોર સખીયાની પ્રદેશ ભાજપ લીગલ સેલની કારોબારીમાં નિમણુંક
રાજકોટનાં યુવા ધારાશાસ્ત્રી તથા રેવન્યુ પ્રેક્ટીશનર્સ એસોશીએશનનાં ઉપપ્રમુખ કિશો2ભાઈ સખીયાની હાલમાંજ ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ કારોબારીનાં સભ્ય તરીકે નવી નિમણુક કરવામાં આવી છે, તાજેત2માં યુનિટી ઓફ લોયર્સ આયોજીત રાજકોટનાં વકીલોના જડેશ્વ2 મહાદેવ પ્રવાસ તથા બુલેટ રેલીમાં રાજકોટનાં વકીલો ખુબજ મોટી સંખ્યામાં જોડાયેલ.
આ પ્રસંગે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા બ્રિજેશભાઈ મેરજા, રાજય સભાના સાંસદ રામભાઈ મોક2ીયાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલનાં ક્ધવીનર જે.જે. પટેલ ખાસ હાજર રહીને યુવા ધારાશાસ્ત્રી કિશોરભાઈ સખીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલનાં કારોબારી સભ્ય તરીકે પસંદગી કર્યાની જાહેરાત કરી હતી.
આ જાહેરાતને કાર્યક્રમમાં હાજર તમામ ધારાશાસ્ત્રીઓએ આનંદપૂર્વક તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી હતી. કિશોરભાઈ સખીયાની આ વરણીને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, રમેશભાઈ રૂપાપરા, પુર્વ જિલ્લા સ2કા2ી વકીલ નરેન્દ્રભાઈ બુસા દ્વારા તેમજ વિવિધ બાર એસોશીએશનો તરફથી તથા ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સાથે આવકારવામાં આવી છે.
- રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો.ના નવનિયુક્ત હોદ્દેદારો
ચેરમેન તરીકે દિલીપભાઈ મીઠાણી, પ્રમુખ એન.જે.પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ સખીયા, મંત્રી જી.એલ.રામાણી, સહ-મંત્રી હિતેશભાઈ જી. મહેતા, ખજાનચી કેતનભાઈ ગોસલિયા, આયોજન મંત્રી રાકેશ ગોસ્વામી, કારોબારી સભ્યો આર. ડી.ઝાલા, દિલેશ શાહ, ભાવેશ રંગાણી, સંદીપ વેકરીયા, બી. એમ. પટેલ, લલીત કાલાવડીયા, પ્રણવ પટેલ, મૌલીક રાઠોડ, યોગેશ સોમમાણેક, હેમંત ભટ્ટ, નરેશ દવે, અંજનાબેન ખુંટ, તૃપ્તિબેન પોરાણા, હિનાબેન પરમાર, એડવાઇઝરી કમિટીમાં અતુલભાઈ દવે, વિજયભાઈ વ્યાસ, યતિનભાઈ ભટ્ટ, કે. બી. સોરઠીયા, પંકજભાઈ કોઠારી અને રમેશભાઈ ઘોડાસરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.