- તલાટી દ્વારા અભિપ્રાય આપવાનું બંધ કરાયું હોવાની રાવ: સાંથણીના જમીનના કિસ્સામાં ડીએલઆઈઆર કચેરી દ્વારા માપણી ન અપાતી હોવાની પણ ફરિયાદ
નગર નિયોજક કચેરીના ખરાબામાંથી રસ્તાના અભિપ્રાય તથા સાંથણીની જમીન મામલે રેવન્યુ બાર એસો. અને નોટરી એસો.એ કલેકટરને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતુ કે હાલમાં રૂડા વિસ્તાર સિવાયના તમામ ગ્રામ્ય વિસ્તારમાં લે – આઉટ પ્લાન મંજુર આપવાની એટલે કે નગર નિયોજનની ભાષામાં પ્રાવૈધિક આંતરીક આયોજનલક્ષી અભીપ્રાય આપવાની સતા નગર નિયોજકની કચેરીની છે.હાલમાં કોઈ ખેડુત જમીનનો લે – આઉટ પ્લાન મંજુર કરાવવા અરજી કરે ત્યારે રોડ, રસ્તા અંગેનો અભિપ્રાય તલાટી મંત્રીનો અરજદાર પાસે માંગવામાં આવે છે. હાલમાં ઘણી જમીનની લગત ખરાબો આવેલ હોય અને થયું ત્યારથી ચાલતા આવતા હોય છતા તલાટી દ્વારા જીલ્લા વિકાસ અધિકારી રાજકોટના પત્ર નં . મહેસુલ -2/વશી/476/488 તા .17 / 11 / 2018 ને ધ્યાને લઈને ઘણા ગામોના તલાટીઓએ અભિપ્રાય આપવાનું બંધ કરેલ છે તેમજ આ અંગે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ સદરહું બાબતે તલાટીઓને આ અંગે અભિપ્રાય આપવાની સતા નથી તેવું જણાવેલ છે .
તેમજ રાજકોટ મામલતદાર તથા ડી.એલ.આર કચેરી રાજકોટ દ્વારા પણ સદરહું બાબતે અભિપ્રાય આપી શકાય નંહી તેવું જણાવે છે. આ અંગે નગ2 નિયોજક કચેરીને અન્ય ડીપાર્ટમેન્ટના અભિપ્રાય લેવાની સતા જે પરિપત્ર કે કાયદા નીચે હોય તે ઘ્યાને લઈને સદરહું બાબત ડીપાર્ટમેન્ટની આંતરીક પ્રોસીઝર હોય છતા લગત ડીપાર્ટમેન્ટ અભીપ્રાય ન આપવાના કારણોસર નગરનિયોજકમા લે – આઉટ પ્લાન પેન્ડીંગ હોય, યોગ્ય કરવાની માંગ છે.
વધુમાં સાંથણીમાં આપેલ જમીનના રોજકામ હાલના ખેડુત કે રેકર્ડ શાખામાં મળી આવતું ના કારણોસર અગાઉ રાજકોટ કલેકટર રાજેન્દ્ર ત્રિવેદીના પરિપત્રના અનુસંધાન માપણી ડી.એલ.આર કચેરી દ્વારા કરી આપવામાં આવતી નથી. અને તે કારણોસર રાજકોટ જીલ્લમાં માટા પ્રમાણમાં જમીનો માપણીના અભાવે ટાઈટલ અંગેના પ્રશ્નો ઉભા થતા હોય , રોજકામ જો રેકોર્ડ કીપીંગ ડીપાર્ટમેન્ટ પાસે જ ના હોય તો તે માટે ખેડુત અરજદારને તે કા2ણોસર માપણી ના કરી આપવુ તે કેટલા અંશે વ્યાજબી છે બાબત યોગ્ય નિર્ણય લેવા માંગ છે.