કેકેવી ચોક બ્રિજ અને જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજસાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

કેકેવી ચોક બ્રિજની ૬૫% અને જડુસ ચોક બ્રિજની ૮૧% કામગીરી પૂર્ણ: ઝડપી અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના

WhatsApp Image 2022 12 13 at 2.51.08 PM

 

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ તા. ૧૩-૧૨-૨૦૨૨ ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક બ્રિજ અને જડુસ ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટસ મુલાકાત લીધી હતી.

કે.કે.વી. ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજની ૬૫% કામગીરી પૂર્ણ થયેલ છે. આ બ્રિજનું કાર્ય ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય એ માટે સતત કામગીરી ચાલુ રાખવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ત્યારબાદ તેમણે કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે બની રહેલા ફ્લાયઓવર બ્રિજની વિઝિટ કરી હતી આ બ્રિજની કામગીરી ૮૧% પૂર્ણ થયેલ છે અને બાકીનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત મોટા મવા સ્મશાન પાસે બ્રિજ વાઇડનિંગની ચાલુ કામગીરી તથા ભીમનગરથી મોટામવાની જોડતા બ્રિજની ચાલુ કામગીરીની પણ મુલાકાત લીધી હતી.

WhatsApp Image 2022 12 13 at 2.50.25 PM

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે એડિશનલ સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા અને સિટી એન્જિનિયર કે. એસ. ગોહિલ, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી એન્જિનિયર આઈ. યુ. વસાવા, ડેપ્યુટી એન્જિનિયર જી. ડી. જોશી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.