બધાને વેક્સીન, મફત કોવીડ વેકસીન મહાઅભિયાનનો નો શુભારંભ કરાયો છે. આ સંદર્ભે વેક્સીનેશનના સ્થળોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યુ છે કે, 18 વર્ષથી ઉપરના તમામને પહેલો ડોઝ તથા 84-દિવસ થયેલ હોય તેમને બીજો ડોઝ હવેથી કોવીશીલ્ડ વેક્સિન 21 આરોગ્ય કેન્દ્રો તથા સિવિલ હોસ્પટલ, રેલ્વે હોસ્પિટલ (જામનગર રોડ), ઈ.એસ.આઈ.એસ. હોસ્પિટલ (દૂધસાગર રોડ), માધાપર આરોગ્ય કેન્દ્ર (માધાપર તાલુકા શાળા),
ચાણક્ય સ્કુલ (ગીતગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ), શિવશકિત સ્કુલ (આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ) ખાતેથી મળી રહેશે. શહેરીજનોને ઉક્ત સ્થળોએ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન થઇ શકશે તથા વેક્સીન આપવામાં આવશે. આ કોવીડ વેકસીન મહાઅભિયાનનો શહેરીજનોએ લાભ લેવા ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી છે.