- હેમુ ગઢવી હોલમાં ગીત સંગીતનો મેધ મલ્હાર… મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.. સૂરમય કાર્યક્રમ યોજાયો
- જાણીતા કવિ અને ગીતકાર મિલિન્દ ગઢવીની ખાસ ઉપસ્થિતિ અને શાનદાર શબ્દ સંચાલન
- પ્રહર વોરા, નિધિ ધોળકિયા, ગાર્ગી વોરા, ગાથા પોટા અને ચેતાલી છાયા જેવા ગાયક કલાકારોએ ગીત રજુ કરી શ્રોતાઓને ભીંજવ્યા
- દરિયાના મોઝા કઇ રેતી પૂછે તને ભીંજાવું ગમશે કે નહીં… સહીત રચનાઓ રજૂ થઈ
રાજકોટના ગીત સંગીતના રસીકો માટે સોમવારની રાત્રી સૂર શબ્દ અને સંગીતના ત્રિવેણી સંગમ સમી બની રહી તેવું આયોજન થયું હતું. જેમાં મેધરાજાના આગમન ને વધાવવા મારું ચોમાસું ક્યાંક આસપાસ છે તેવા સૂરમય કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારોએ એક પછી એક રચના રજૂ કરી શ્રોતાઓને સંગીતમાં ભીંજવી દીધા હતા અને તેથી જ સંગીત પ્રેમીઓ આ કાર્યક્રમ માણવા ઉત્સુક બન્યા હતા.
રાજકોટની અગ્રીમ સંસ્થા જૈન વિઝન અને વી ટી વી ન્યૂઝ ગુજરાતી દ્વારા સોમવારે રાત્રે રાજકોટના હેમુ ગઢવી હોલમાં મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.. સૂરમય કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેધરાજાના આગમન ને વધાવવાના આ કાર્યક્મમાં ગુજરાતી સુગમ સંગીતના જાણીતા ગાયક કલાકારો પ્રહર વોરા, નિધિ ધોળકિયા, ગાર્ગી વોરા, ગાથા પોટા અને ચેતાલી છાયાએ વરસાદી મોંસમના ગીતો રજૂ કરેલ હતા, જયારે જાણીતા કવિ ગીતકાર એવા મિલિન્દ ગઢવીના સંચાલનના સુકાન માં આશિષ કોટક સંગીત સંચાલનમાં આ કાર્યક્રમ યોજાયેલ હતો. રંગીલા રાજકોટમાં આજ કલાકારોએ 2019 માં મારું ચોમાસું ક્યાંક આસપાસ.. સૂર શબ્દનો કાર્યક્રમ રજૂ કરી રાજકોટિયન્સને સંગીત સંધ્યામાં રસ તરબોળ કરી દીધા હતાં. જયારે સોમવારે એજ સંગીત જલસાના સીઝન 2 માં ગાયક કલાકારોની કલાને પોંખવા સંગીત પ્રેમીઓ ઉત્સુક બની આ કાર્યક્મ માણ્યો હતો. જયારે જૈન વિઝનના મિલન કોઠારી અને સાથીઓ તેમજ ધર્મેશવૈદ્ય,સન્ની મેયડ સહીતની ટીમેં કાર્યક્રમને સફળ બનાવવામાં કમર કસી હતી.
સૂર સંગીતના જલસામાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજકોટના હેમુગઢવી હોલમાં સોમવારે રાત્રે 9/30 એ યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેલ હતા જયારે મુખ્ય અતિથી તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરીયા, મેયર ડો પ્રદીપ ડવ, ધારા સભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો હેમાંગ વસાવડા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણી, જે એમ જે ગ્રુપના એમ. ડી. મયુરધ્વજસિંહ જાડેજા, ભાજપના યુવા અગ્રણી અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયમીન ઠાકર, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોધરા, ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, રાજકોટ જૈન સમાજ અગ્રણી સી.એમ.શેઠ, જીતુભાઇ ચા વાળા, સુનિલ શાહ, ઉદ્યોગપતિ રાજેશ પરસાણા, અગ્રણી બિલ્ડર સાહીદભાઇ નગર વાલા જયારે અતિથી વિશેષમાં રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર આશિષ જોષીએ હાજરી આપી કાર્યક્રમને માણ્યો હતો.
મેઘમલ્હાર… કાર્યક્રમને ‘અબતક’ ચેનલ અને ડિઝીટલના માધ્યમથી લાખો લાકેોએ જીવંત નિહાળ્યો
- જુઓ અબતક ચેનલ
- ઈન કેબલ ચેનલ નં: 561
- ડેન નેટવર્ક ચેનલ નં: 567
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350
- સહયોગ નેટવર્ક ચેનલ નં:105