કોરોનાના કેસના ઉછાળો આવશે તો જયાં મેદની એકત્રીત થાય છે તે પાનની દુકાનો અને ચાના થડાઓ બંધ કરાવાશે સિટી બસ, બીઆરટી બસ સેવા અને બાગ બગીચા અને ઝૂ પણ શહેરીજનો માટે બંધ કરાશે

કોર્પોરેશનનાી ચુંટણી બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે રાજયસરકાર દ્વારા પણ સીનીયર આઇ.એસ.એસ. રાહુલ ગુપ્તા આજથી ચાર દિવસ રાજકોટમાં આવી પહોચ્યા છે દરમિયાન જો શહેરમાં કોરોના કેસમાં હજી ઉછાળો નોંધાશે તો આકાર પગલા લેવામાં આવશે. તેવું નવનિયુકત મેયર ડો. પ્રદિપભાઇ ડવ દ્વારા જાહેર કરવામાં આવ્યૂં છે.

અબતક સાથેની વાતચીત દરમ્યાન મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે રાજકોટવાસીઓ સુખાકારી અને આરોગ્ય અમારી પ્રથમ પ્રાથમિકતા છેલ્લા ઘણા સમયમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ સ્થીતી સંપૂર્ણ પણે અંકુશમાં છે પરંતુ જો આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો ચાલુર હેશે. તો મહાનગરપાલિકાના ના છુટકે કેટલાક આકારા પગલા લેવા પડશે. જયાં માનવ મેદની સૌથી વધુ એકત્રીત તેવા સ્થળો જેવા પાનની દુકાન અને ચાની હોટેલો અને કેબીની બંધ કરવામાં આવશે. પરિવહન સેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. અને જરુરત ઉભી થશે તાુે બાગ બગીચાઓ અને ઝુ પણ શહેરીજનો માટે બંધ કરી દેવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું હાલ શહેરમાં બે અંકમાં કોરોના કેસ નોંધાઇ રહ્યા છે અને દરર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થીતી ઓછા પ્રમાણમાં હોવાથી રોગચાળો અંકુશમાં હોય તેવું ચોકકસ કહી શકાય જો આગામી સમયમાં સંક્રમણ વધશે તો મહાનગરપાલિકા આકરા નિર્ણયોઓ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.