100 દિવસમાં શહેરમાં 7301 વાહનોનું વેંચાણ: કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂા.4 કરોડની આવક
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો થઈ ર્હયો છે. બીજી તરફ મોંઘવારીએ પણ માજા મુકી છે છતાં હરવા-ફરવાના શોખીન રાજકોટવાસીઓ પર આવી કોઈ જ ઘટનાની અસર થતી ન હોય તેવું લાગી રહ્યું છે. રોજ સુરત ઉગે ને શહેરીજનો 73 વાહનો છોડાવતા હોવાનું આંકડાઓ બોલી રહ્યાં છે.
છેલ્લા 100 દિવસમાં શહેરમાં 7301 વાહનોનું વેંચાણ થવાના કારણે કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂા.4 કરોડની આવક થવા પામી છે જે ગત વર્ષ કરતા વધુ છે. સૌથી વધુ ટુ-વ્હીલર વાહનોનું વેંચાણ થવા પામ્યું છે.આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 1લી એપ્રીલથી 9 જુલાઈ સુધીના 100 દિવસના સમયગાળામાં શહેરમાં 7301 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂા.3.98 કરોડની આવક થવા પામી છે.
પેટ્રોલથી ચાલતા 5054 ટુ-વ્હીલરનું વેંચાણ થયું છે. જયારે સીએનજી સંચાલીત 121 થ્રી વ્હીલર, ડીઝલથી ચાલતા 10 થ્રી વ્હીલર, સીએનજી સંચાલીત 177 કોમર્શીયલ ફોર વ્હીલર, ડીઝલથી ચાલતી 271 કોમર્શીયલ ફોર વ્હીલર અને પેટ્રોલ સંચાલીત 1222 કોમર્શીયલ ફોરવ્હીલર, સીએનજી સંચાલીત 18 ફોરવ્હીલર, ડીઝલ સંચાલીત 86 ફોરવ્હીલર અને પેટ્રોલ સંચાલીત 209 ફોર વ્હીલરનું વેંચાણ થયું છે.
આ ઉપરાંત સીએનજી સંચાલીત 15 હેવી કોમર્શીયલ વ્હીકલ, ડીઝલથી ચાલતા 94 હેવી કોમર્શીયલ વ્હીકલ, પેટ્રોલથી ચાલતા 4 હેવી કોમર્શીયલ વ્હીકલ, સીએનજી સંચાલીત 4 સીક્સ વ્હીલર, ડીઝલથી ચાલતા 13 6 વ્હીલરનું વેંચાણ થવા પામ્યું છે. જ્યારે અન્ય 3 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પાટે રૂા.3.98 કરોડની આવક થવા પામી છે.