કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.જેના નિર્માણ કામ માટે સિવિલ હોસ્પિટલ ચોકથી કેસરએહિન્દ બ્રિજ સુધી તમામ વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજ બનાવવાના કામે પોલીસ કમિશ્નર દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકથી મોસલી લાઇન સુધી વાહનોની અવર જવર બંધ કરવા માટે જાહેરનામું તા.18 માર્ચના રોજ બહાર પાડ્યું છે.જે અન્વયે અગાઉ ફકત સિવિલ હોસ્પિટલ ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક સુધી રસ્તો વાહનોની અવર જવર બંધ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ખટારા સ્ટેન્ડ ચોકથી મોસલી લાઇન સુધી બ્રિજના પીઅરનું તથા વોલનાં કામે ખોદાણ કામ ચાલુ કરવાનું હોય, સિવિલ હોસ્પિટલ ચોકથી કેસરએહિન્દ બ્રિજ સુધી રસ્તો આગામી તા.6 ને મંગળવાર થી વાહનોની અવર જવર બંધ થવા જઇ રહ્યો છે.
આ માટે કેસર એ હિંદ બ્રિજ તથા પારેવડી ચોક તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવતા વાહનો (ફક્ત ટુ વ્હીલર,થ્રી વ્હીલર)ને અમદાવાદ રોડ પર બેડીનાકા, લોહાણાપરા મેઇન રોડ થઇ મોચીબજાર ચોક થઇ સિવિલ હોસ્પિટલ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ તરફના રોડ તરફ જઇ શકશે તથા મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક થઇ રેલ્વે સ્ટેશન મેઇન રોડ થઇને જામટાવર ચોક થઇ કલેકટર કચેરી થઇને જયુબીલી બાગ તરફ અવર જવર કરી શકાશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.