રાજકોટમાં આજ દિન સુધી કુલ 12.50 લાખ લોકોએ કાર્ડ કઢાવ્યા: શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુલ 55 ખાનગી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર માટે ઉલબ્ધ
મોદી સરકાર દ્વારા લોકોને આરોગ્ય ક્ષેત્રે નિશુલ્ક સેવા મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં પહેલા કાર્ડ ધારક કુટુંબ દીઠ પાંચ લાખની સહાય મેળવી શકતો હતો જે હવે સરકારે 11 જુલાઈથી વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. જ્યારે આ આયુષ્યમાન કઢાવવામાં રાજકોટ વાસીઓ ટોપ થ્રીમાં પહોંચી ગયા છે અને પ્રથમ નંબર પર સુરત અને બીજા નંબર ઉપર અમદાવાદ છે. રાજકોટ ગ્રામ્ય અને શહેરી મળી કુલ 12.50 લાખ લોકો દ્વારા આ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં આવ્યું છે જ્યારે રાજકોટની કુલ 55 ખાનગી હોસ્પિટલોમાં સારવાર કાર્ડ ધારક મેળવી શકે છે.
રાજકોટ વાસીઓ હવે આરોગ્ય ક્ષેત્રની યોજનાનો લાભ મેળવવા માટે મોખરે હોય તેમ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં ટોપ થ્રીમાં પહોંચી ગઈ છે. રાજકોટમાં કુલ.1248305 લોકો દ્વારા આજ સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં આવ્યા છે.જેમાં લોકો દ્વારા આરોગ્ય ક્ષેત્રે લાભ લેવામાં આવી રહ્યા છે પહેલા જ્યારે આયુષ્યમાન કાર્ડ યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે પાંચ લાખ સુધીની સારવાર મળવા પાત્ર હતી પરંતુ સરકાર દ્વારા 11 જુલાઈથી આ રકમ વધારી 10 લાખ કરી દેવામાં આવી છે.
જ્યારે આ આયુષ્ય કાર્ડ હેઠળ રાજકોટમાં શહેરમાં 40 અને ગ્રામ્ય કક્ષાએ 15 તેમ મળી કુલ 55 ખાનગી હોસ્પિટલો માં સારવાર મળવા પાત્ર કરવામાં આવી છે. જો કોઈ લાભાર્થી દ્વારા તાત્કાલિક સારવાર મેળવવાની હોય અને તેમની પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય તો તે એડમિટ થયા બાદ પણ દસ્તાવેજો આપીને હોસ્પિટલમાંથી જ કાર્ડ કઢાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા આ યુષ્યમાન યોજનામાં જોડાવા માંગતા હોય તો તેના દ્વારા હોસ્પિટલ પીએમજે પર દરખાસ્ત કરી શકે છે.
જ્યારે આ સંદર્ભ ે ડીડીઓ દેવચોત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી જાણકારી આપવામાં આવી હતી જેમાં તેને પ્રથમમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ ધારક પાસેથી પૈસા લેવાતા હોવાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જો કોઈ આયુષ્યમાન કાર્ડ ધારક પાસેથી પૈસા માંગે તો તેમની સાથે કાર્યવાહી થઈ શકે છે. અને વધુમાં વધુ આ કાર્ડ લોકો દ્વારા કઢાવવામાં આવે તેવી તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
આયુષ્માન કાર્ડ ધારકને કુટુંબ દીઠ 10 લાખની સારવાર મળવા પાત્ર: ડીડીઓ દેવ ચૌધરી
આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા આયુષ્યમાન કાર્ડ ધારકને કુટુંબદીઠ પાંચ લાખની સારવાર મળવા પાત્ર હતી પરંતુ તે હવે દસ લાખ અગિયાર જુલાઈથી કરી દેવામાં આવી છે જેથી કોઈપણ આયુષ્યમાન કાર્ડ ધારક હોસ્પિટલમાંથી 10 લાખ સુધીની સારવાર મેળવી શકે છે.