બોલીવુડ સ્ટાર શરમન જોશી ગુજરાતી ફિલ્મ કોન્ગ્રેચ્યુલેશનમાં લીડ રોલમાં કંઈક અનોખા અંદાજમાં જોવા મળશે જે આગામી ૩ ફેબ્રુઆરીના રોજ સીનમાંઘરોમાં રીલીઝ થશે. શર્મન જોશી કે જેમને થ્રી ઈડિયટ્સ, રંગ દે બસંતી, ગોલમાલ, લાઈફ ઈન મેટ્રો જેવી ઘણી બધી સુપર હિટ ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા છે. હવે જેઓની સૌ પ્રથમ વાર પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ “કોન્ગ્રેચ્યુલેશન”માં કંઈક હટકે અંદાજમાં જોવા મળશે ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે શરમન જોશી રંગીલા રાજકોટવાસીઓને મળવા આવશે.

આ ફિલ્મ ૩ ફેબ્રુઆરી ૨૦૨૩ એ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે તેઓ પોતાની પહેલી ગુજરાતી મુવીના પ્રમોશન માટે તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ રાજકોટ મારવાડી યુનિવર્સીટી અને આત્મીય યુનિવર્સીટી સાથે ૨-૩ ઈવેન્ટ્સ કરી દર્શકો અને યુવાઓને પ્રોત્સાહિત કરી મનોરંજન પૂરું પાડશે. નેક્સટ એડિશન પ્રાઇવેટ લિમિટેડ & કિશાન ટ્રેડ લિંક દ્વારા તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ શર્મન જોશી અને એમની પુરી ટિમ નું રાજકોટમાં સ્વાગત કરવામાં આવશે.

રેહાન ચૌધરી દિગ્દર્શિત આ મૂવી ૩ ફેબ્રુઆરીએ આવશે નવા કન્સેપ્ટ સાથે

રેહાન ચૌધરી દિગ્દર્શિત આ મૂવી તદ્દન નવા જ કન્સેપ્ટ સાથે આવી રહી છે. રેહાન ચૌધરી કે જેઓ આ પ્રકારના અને નવા જ વિષયો ઉપર પહેલા પણ સુપર હિટ ફિલ્મો આપી ચુક્યા છે. ગુજરાતના સૌથી યુવા ડિરેક્ટર કે જેમની છેલ્લી ગુજરાતી મૂવી “ધુંઆધાર” જે મલ્હાર ઠાકર અને હિતેન કુમાર જેવા અભિનેતાઓ સાથે સુપર હિટ રહી હતી. તારીખ ૩૧ જાન્યુઆરી એ બોલિવૂડ સ્ટાર શર્મન જોશી, માનસી પારેખ, રેહાન ચૌધરી અને ફિલ્મ ના માર્કેટિંગ ડિરેક્ટર વિશાલ પરમાર પણ રાજકોટના મેહમાન બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.