કોરોનાની બીજી લહેર દરમ્યાન તબીબ અને તંત્ર વચ્ચે થયેલા બોન્ડ કરાર પાલનમાં તંત્રએ ફેરફાર કરતા રેસિડેન્ટ તબીબોમાં રોષ

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. અને તેઓ ફરજ પાર બોન્ડ દ્વારા લાગ્યા હતા પરંતુ બોન્ડમાં ફેરફાર થવાના લીધે 250 જેવા રેસિડેન્ટ તબીબો રોષે ભરાઈ અને આજ રોજ હડતાલ પર ઉતાર્યા છે.અને ઓપીડીમાં કોઈ પણ ડોક્ટર ડ્યુટી પર નહિ જાય તેવું તેમના દ્વારા જાણવામાં આવ્યું છે અને તે ઉપરાંત જો ઇમર્જન્સીમાં દર્દીનું ઓપરેશન કરવામાં આવશે તો તે પોતાની ફરજ ને અગ્રેસર રાખી અને દર્દીને હાલાકીના અનુભવી પડે તેથી તેઓ ફરજ પર રહેશે

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગારધોરણમાં પણ ઘટાડો કરાયો છે.

બદલી થતા બોન્ડેડ તબીબોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી તો જાણવા મળ્યું હતું કે, તેમનો બોન્ડનો સમય પણ હવે બમણો નહિ થાય અને એક મહિનો ફરજ નિભાવે તો એક જ મહિનો કામ કર્યાનું નોંધાશે. આ રીતે બંને તરફથી માર લાગતા ફરી રજૂઆત કરી હતી પણ તે એળે જતા પીજીના 48 તબીબે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.

રેસિડેન્ટ ડોક્ટરોએ જણાવ્યું હતું કે,કોરોના વખતે ક્લાસ-1 કોવીડ કન્સલન્ટ તરીકે નિમણુંક અપાઈ હતી તે સમયે 10 લાખના બોન્ડ અને રાજકોટ સિવિલમાં જ ડ્યુટી તેવી સરત હતી તે ઉપરાંત 1:2 એટલે કે 6 માસની ફરજ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ ન બજાવી પડે.જો કે તાજેતરમાં સરકારના આરોગ્ય વિભાગનો નવો જી.આર આવ્યો જેમાં 40 લાખના બોન્ડ અન્ય જગ્યાએ ફરજ તથા 1:1 એટલે કે ફરજિયાત ડ્યુટી સોંપણીનો નિર્ણય જાહેર કરતા અન્યાય થતા ઠેર ઠેર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આજ રોજ હડતાલ પર ઉતર્યા છે.અને સરકાર દ્વારા માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવેતો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની ચીમકી જુનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા આપવામાં આવી છે.

Screenshot 3 10

સરકાર પાસે એક જ અપેક્ષા કે જે વાયદો કર્યો હતો  તે બોન્ડ કાયમ રાખે – ડો.સુમિત પરમાર

ડો સુમિત પરમારએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ હડતાળ કરવાનું કારણ છેકે સરકારે આગળ જે 1:2″નો વાયદો કર્યો હતો. ડોકટરોને પહેલા જે લોભામણી આપી હતી. એમાં ફરી ગયા અને હવે કહેવું છે કે આગળના સમયમાં નાના ગામડાઓમાં જઈને કામ કરવાનું. ડોકટરોએ 2 વર્ષ કોવિડમાં કામ કર્યું એને સર્જીકલ ફિલ્ડમાં કઈ મળ્યું નથી. જેને કારણે એમની સ્કિલ અટકી છે. કોવિડમાં ડોકટરોએ કામ કર્યું છે તેનો હિસાબ માંગવામાં આવે છે.

કોવિડના સમયે રાજકારણીઓ ફોન કરીને કહેતા હતા કે તમના દર્દીઓને ઝડપથી સારવાર આપો. પરંતુ ત્યારે કોઈ આવતું નથી. કોવિડના બે વર્ષ સતત કામ કર્યું છે. 134 જેટલા રેસિડેન્ટલ ડોકટર કોવિડમાં પોઝીટીવ આવ્યા છે. છતાં પણ કોવિડમાં કામ કર્યું છે. અહીં ગ્રાઉન્ડ લેવલે જુનિયર રેસિડેન્ટ ડોકટરોજ કામ કરે છે. એમને અન્યાય થાઈ એ નહીં ચલાવી લેવાય. કોવિડમાં જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધાએ કામ કર્યું છે. હજુ પણ કોવિડ દર્દીઓની સારવાર કરીએ છીએ.

ઓફિસમાં બેસીને કામ કરવું અને દર્દીની વચ્ચે જઈને કામ કરવું તેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ઓફિસમલમાં બેઠા બેઠા નિર્ણય ના લઈ શકાય. સરકાર પાસે એકજ આશા છેકે પહેલા જે વાયદાઓ કર્યા હતા. 1:2 બોન્ડ હતા તે કાયમ રાખે. બોન્ડેડ તબીનોને બહારના ગામડાઓમાં ટ્રાન્સફર કર્યા છે એ અટકાવે  અને પીડિયું કોલેજ ખાતે એસઆર શિપ કરવા માટે છૂટ આપવામાં આવે. સ્કિલ ડેવલોપ કરવા માટે જેતે કોલેજ માજ સિનિયર રેસિડેન્ટ તરીકે બોન્ડેડ તરીકે ગણવામાં આવે તેવી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.