સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનો પ્રારંભ : દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે રિસર્ચ જરુરી છે: ડો.ગીરીશ ભીમાણી
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિધાર્થીના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે પયોગી કાર્ય કરવામાં આવે છે . જેના ભાગરુપે આજે વિજ્ઞાન , ટેકનોલોજી , એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધન કરતા વિધાર્થીઓ અસરકાર અને હેતુપૂર્ણ સંશોધન કરી શકે તે માટે પાંચ દિવસીય રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન , નાગપુરના સંયુકત ઉપક્રમે તા .21 થી 25 સપ્ટેમ્બર 2022 રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનું આયોજન સ્ટેટેસ્ટિક ભવનના ઓડિટોરીયમમાં આયોજન કરવામાં આવ્યુ છે જેનું આજે ઉદઘાટન ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલ કાનીટકરજી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો.ગીરીશ ભીમાણી , પ્રો , રાજેશ બી , બિનીવાલ ( ડિરેકટર જનરલ આરએફઆએફ ) , આચાર્ય દિપક કોઇરાલા ( અખિલ ભારતિય સહ પ્રમુખ ગુરુકુલ પ્રકલપ અને પશ્ચિમ ક્ષેત્ર પાલક ધિકારી ) , સુરેશ નહાટાજી ( ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ ) , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રજીસ્ટાર અમિત પારેખના હસ્તે હિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું .
કુલપતિ ડો.ગીરીશ ભીમાણી એ સંબોધન કરતા જણાવ્યું કે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે રિસર્ચ ખૂબ જ જરુરી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ એક નારો આપ્યો છે કે જય જવાન , જય કિશાન , જય વિજ્ઞાન અને જય અનુસંધાન . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ દરેક ક્ષેત્રમાં સારા સંશોધન થાય તે માટે વિધાર્થીને ઉપયોગી તમામ મદદ કરવા હંમેશા તત્પર છે . આજે તપસ -2 ના આ આયોજન બદલ ટીમને અભિનંદન.
ઉદઘાટનના મુખ્ય વકતા ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલ કાનીટકરજીએ જણાવ્યું કે એનઇપી એટલે નવી શિક્ષા નિતી એવો અર્થ નથી . એનઇપી એટલે નેશનલ એજયુકેશન પોલીસી છે . જેમાં પહેલીવાર વિશ્વ ગુરુ શબ્દ આવ્યો છે જયારે ભારતીય ભૂમિને છોડીને શિક્ષણ માટે વિધાર્થીઓને વિદેશ જતા જોતો ત્યારે ખૂબ દુ : ખ થતું . પરંતુ નેશનલ એજયુકેશન પોલીસીમાં વિદેશના વિધાર્થીઓને આકર્ષીત કરવા માટે વિષેશ સેલનું ગઠન કરી વધુને વધુ વિદેશી વિધાર્થી અહીં આવે એવું પ્રયોજન છે . તેમજ દેશની 200 ટોપ વિશ્ર્વ વિધાલયને વિદેશમાં કેમ્પસ ખોલવાની અનુમતિ આપવામાં આવશે અને સાથે વિશ્ર્વની 100 ટોપ વિશ્વ વિધાલયને ભારતમાં કેમ્પસ ખોલવાની અનુમતિ આપવામાં આવશે . આજે ભારત વિશ્ર્વની સાથે સમકક્ષ ઉભું છે . આજે વિશ્ર્વ પણ ભારત વિશ્વ ગુરુ બની રહયું છે એવું માને છે .
વધુમાં જણાવ્યું કે રીસર્ચ એટલે તપ છે અને તપથી જ જ્ઞાન અને સિધ્ધી પ્રાપ્ત થાય છે . એટલા માટે પાંચ દિવસ બધુ ખુલ્લીને અહીં ધ્યાન આપજો . જેથી આપના શિક્ષણકાર્યમાં ઉપયોગી માહિતી આપને મળી રહે .
તેમજ પ્રો . રાજેશ બી . બિનીવાલજીએ પણ વિધાર્થીઓને રિસર્ચ અંગે માહિતી પૂરી પાડી હતી અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન અંગેની માહિતી આપી હતી . તથા આચાર્ય દિપક કોઇરાલાજીએ ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલ કાનીટકરજીનો પરીચય આપ્યો હતો . આજથી શરુ થયેલા રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સમાં વિજ્ઞાન , ટેકનોલોજી , એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધનકર્તા 100 જેટલા સહભાગીઓ ભાગ લઇ રહયા છે આ કોર્ષમાં જોડાનાર સહભાગીઓને પ્રો . રાજેશ બી . બિનીવાલ ( ડિરેકટર જનરલ આરએફઆએફ ) , પ્રો . બી.એ.ચોપાડે ( નેશનલ પ્રેસિડન્ટ અનુસંધાન પ્રકોસ્ટ – બીએસએમ , નવી દિલ્હી ) , પ્રો ડી.જી. કુબેરકર ( પ્રોફેસર એન્ડ હેડ , નેનો સાયન્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ) , પ્રો એસ.કે. વૈદ્ય ( પ્રોફેસર એન્ડ હેડ , મેથેમેટીકસ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ) ડો . રમેશ કોઠારી ( પ્રોફેસર , બાયોસાયન્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ) સહિતના નિષ્ણાંતો સહભાગીઓને અસરકારક અને હેતુપૂર્ણ સંશોધન માટે તેની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કરશે .