લિફ્ટ, એલિવેટર ધંધાર્થીએ અટકાયત બાદ જામીન પર મૂકત થતા સામવાળાએ  દાદ માગી’તી

અબતક,રાજકોટ

રાજકોટમાં એલિવેટર અને લિફ્ટનો ધંધો કરતી પેઢીના નામમાં “એક્સપ્રેસ” શબ્દનો ઉલ્લેખ કરવા સબબ કોપીરાઇટ ભંગ અને ટ્રેડમાર્ક ટેકટર એક્ટ હેઠળની પોલીસ ફરિયાદમાં સામાવાળી પેઢીના માલિકોને મળી ગયેલા જામીન રદ કરવાની  મુળ ફરિયાદીની અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ કેસની ટુંક વિગત મુજબ રાજકોટના એક્સપ્રેસ ઇલેક્ટ્રો એલિવેટર્સના માલિક દામોદરભાઈ કુમનભાઈ કણસાગરાએ  રાજકોટની એક્સપ્રેસ લિફ્ટસ કોર્પોરેશન નામની પેઢી સામે  “એક્સપ્રેસ” નામનો ઉપયોગ કરવા સબબ  ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કામમાં એક્સ્પ્રેસ કોર્પોરેશનવાળા હીરાભાઈ લાલજીભાઈ કણજારીયા વગેરેને પોલીસે અટકમાં લીધા બાદ જામીન મળી ગયા હતા. દરમિયાન  હીરાભાઈ કણઝારીયા વગેરેએ “એક્સપ્રેસ” નામનો ઉપયોગ ચાલુ રાખ્યા બાબતે ફરિયાદી દામોદરદાસ કણસાગરાએ જામીનની  શરતોનું ઉલ્લંઘન થતું હોય તેવી અરજી સાથે હીરાભાઈ લાલજીભાઈ કણજારીયા સહિતનાના જામીન રદ્દ કરવા  સેશન્સ કોર્ટમાં બે અરજીઓ  કરી હતી.

આ બેઇલ કેન્સલેશનની અરજી સંદર્ભે હીરાભાઈ કણજારીયા વતી તેમના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે અરજદારે અરજીમાં તેઓ 1999ની સાલથી એક્સપ્રેસ ઈલેક્ટ્રો એલિવેટર્સ કંપનીના નામથી લિફ્ટ મેન્યુફેક્ચરીંગ, સર્વિસ અને મેઈન્ટેનેન્સની પેઢી ચલાવે છે તેવી રજુઆત કરવામાં આવી છે, પરંતુ

1999ની સાલમાં પેઢી ચલાવવા માટેનું લાયસન્સ લીધેલ હોય  અને એક્સપ્રેસ ઈલેકટ્રો એલિવેટરના નામ અને લોગો ટ્રેડમાર્ક કે કોપીરાઈટ કરાવેલ હોય તો તે અંગેના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજુ કરવામાં આવેલ નથી. આ ઉપરાંત 1999ની સાલથી લિફ્ટ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને મેઈન્ટેનેન્સનું કામ કરતા હોય તે બતાવવા માટે કોઈ બિલ, બુક્સ ઓફ એકાઉન્ટ્સ, વાઉચર્સ વિગેરે પણ રજુ કરવામાં આવ્યા નથી. બીજી તરફ સામાવાળા એકપ્રેસ લિફ્ટસ કોર્પોરેશનના હીરાભાઈ લાલજીભાઈ કણજારીયાનું ડી.સી.બી. પોલીસે તા 02/12/2020 ના રોજ નોંધેલ નિવેદન રજુ કરવામાં આવેલ હતું, જેમાં તેઓએ સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, તેઓ 1999ની સાલથી એક્સપ્રેસ લિફ્ટ કોર્પોરેશનના નામથી ધંધો કરે છે . તમામ લાઇસન્સની નકલ તથા બિલ વગેરે દસ્તાવેજી પુરાવા રજુ રાખેલ હતા. જેથી હીરાભાઈ કણજારીયા સામે અરજદાર  ફરિયાદી દામોદરદાસ કણસાગરા દ્વારા  અલગ અલગ અરજીઓ પોલીસમાં કરવામાં આવેલ તે અનુસંધાને પણ કોઈ ગુન્હો દાખલ કરવામાં આવેલ નથી. જે ધ્યાને લઇને અરજદારની સામાવાળાઓના  એટલે કે હિરાભાઈ કણઝારિયાના જામીન રદ્દ કરવાની અરજી સેશન્સ કોર્ટ દ્વાર રદ્દ કરવામાં આવી હતી.. આ કામમાં સામાવાળા વતી ટ્રેડમાર્ક અને કોપીરાઈટના સિનિયર ધારાશાસ્ત્રી રાજેન્દ્રભાઈ ભણશાળી તેમજ પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પીયુષભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ચાવડા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.