63 આરોગ્ય કર્મીઓ અને 1પ મેડિકલ સ્ટુડન્સ કોવિડ દર્દીઓની સારવારમાં જોડાશે 

કોરોનાનો કાળો કહેર દિન-પ્રતિદિન વધુ ઘાતક બનતો જાય છે. દરરોજ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ સતત કોરોનાના ટેસ્ટીંગ, વેકસીનેશન સહિતની કામગીરી કરતાં હોય છે. ત્યારે મહાનગરપાલિકાના 70 જેટલા આરોગ્ય કર્મચારીઓને પણ કોરોના સંક્રમણ લાગતા કામગીરી પર અસર જોવા મળી હતી. ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 63 આરોગ્ય કર્મચારીઓની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી છે. સાથો સાથ 1પ જેટલો મેડિકલ સ્ટુડન્ટસની મળી કુલ 78 લોકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કોરોનાની મહામારીને રોકવા મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ, સંજીવની રથ, 104 વાહનોની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ વધુ સરળતાપૂર્વક થઇ શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા 63 આરોગ્ય કર્મીઓ તથા 1પ મેડીકલ સ્ટુડન્ટસની ભરતી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.