એક મહિનાના વિરામ બાદ આખરે રાજકોટમાં ગઈકાલે ફરી મેઘરાજાનું આગમન થયું હતું અને ગઈકાલે એક ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે ફરી બપોર સુધીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં 30 મીમી, ઇસ્ટ ઝોનમાં 25 મીમી જયારે વેસ્ટ ઝોનમાં 28 મીમી વરસાદ પડ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં એક ઈંચમાં જ પાણી ભરાઈ ગયા હતા

આજે વહેલી સવારથી જ હળવા થી ભારે વરસાદના ઝાપટાં શરૂ: હજુ 24 કલાક ભારે વરસાદની વકી

આજ સવારથી હળવા ભારે ઝાપટાં સાથે મેઘરાજાનું આગમન થતાં ફરી સારા વરસાદની આશા બંધાઇ છે. ઉલ્લેખનીય છે કે આજથી  ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો ત્યારે રાજકોટમાં દરવર્ષેની જેમ આવર્ષે પણ ગણેશ મહોત્સવ પર મેઘરાજાએ આગમન કરીને પ્રણાલી સાચવી રાખી છે.

  • સેન્ટ્રલ ઝોન   30 મીમી

  • ઇસ્ટ ઝોનમાં  27 મીમી

  • વેસ્ટ ઝોનમાં  28 મીમી

સામાન્ય વરસાદમાં પણ રસ્તા પર ખાડાંનું સામ્રાજ્ય છવાયું છે. ભારે ઝાપટાંને કારણે રસ્તા પર પાણી વહેતા શરૂ થયા હતા.

સવારે નવ વાગ્યા આસપાસ ભારે ઝાપટું વરસી ગયા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું. અને સામાન્ય ફોરા જેવો વરસાદ ચાલું રહ્યો હતો. જો કે, આ પછી ફરીથી બપોરે એક વાગ્યાની આસપાસ ભારે ઝાપટું વરસી જતાં વાતવરણમાં  ઠંડક પ્રસરી ગઇ હતી. ત્રણ વાગ્યા સુધીમાં જ 32મિમી જેટલો વરસાદ થઇ ગયો હતો. આ પછી પણ હળવા ભારે ઝાપટાં ચાલું રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.