નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિકાસશીલ રોડ પર અત્યારી જ ઈન્ફાસ્ટ્રકચરની કામગીરી શરૂ કરવાનો મત: એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં જીએસટી રાહત આપવાની માંગ
ગુજરાતના અન્ય સેન્ટરની સરખામણીએ રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો ઓછાયો ઓછો હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ બિલ્ડર એસોસીએશનના આગેવાનોએ કહ્યું હતું. રાજકોટમાં બંગલા કે ટેર્નામેન્ટ મકાનના સને ફલેટમાં રહેવાનું ચલણ વધી રહ્યું હોવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ મહિના બાદ રીયલ એસ્ટેટ સેકટરનું બજાર મીડ સેગ્મેન્ટ તરફ વધુ રહે છે. રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર સમાન છે. માટે સૌરાષ્ટ્રના ગામે ગામી લોકો રાજકોટમાં વસવાટ કરવાનું ઈચ્છે છે. રાજકોટમાં માઈગ્રેડ યો હોય તેવો વર્ગ વધુ વસવાટ કરે છે. દરમિયાન હાલ મીડ સેગ્મેન્ટ એટલે કે મધ્યમ કિંમતના મકાનોની માંગ વધુ છે. અન્ય સેન્ટરના રીયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિ ખરાબ છે. જ્યારે રાજકોટમાં અસર ઓછી જણાય છે. હવે લોકો ફલેટમાં રહેવાનું વધુ પસંદ કરે છે. જેમનું બજેટ ૫ કરોડનું છે તેઓ પણ બંગલાના સને મોટો ફલેટ વસાવવાનું પસંદ કરતા હોય છે. ફલેટમાં સામાજીક સલામતી મળતી હોવાની વાત પણ આગેવાનોએ વ્યકત કરી હતી.
રાજકોટમાં ટીપી સ્કીમની સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે, ટીપી સ્કીમ માટેની પ્રક્રિયા લાંબી છે. બીજી તરફ રાજકોટનો વિકાસ ખુબજ ઝડપી ઈ રહ્યો છે. જેની સામે રાજકોટના તંત્રનું ઈન્ફાસ્ટ્રકચર તાલી તાલ મિલાવી શકતું નથી. સ્કીમ માટેની કાર્યવાહીની ઝડપ કરતા વિકાસની ઝડપ વધુ છે. જેના પરિણામે તંત્ર પાછળ રહી જાય છે. આગેવાનોએ મુલાકાત દરમિયાન નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ જયાં નિર્માણ પામ્યું છે ત્યાં અત્યારી જ ફલાય ઓવર બનાવવાનું સુચન હતું. આવા રોડ પર હવેી એડવાન્સમાં જ ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવાની વાત વ્યકત કરવામાં આવી હતી.
રીયલ એસ્ટેટ સેકટરમાં જીએસટીના કારણે સર્જાયેલી મુશ્કેલી અંગે આગેવાનોએ જણાવ્યું હતું કે, જે સમયે જીએસટીની અમલવારી ઈ નહોતી ત્યારે જીએસટી આવશે ત્યારબાદ સ્ટેમ્પ કાઢી નાખવાનું નક્કી યું હતું. પરંતુ હવે જીએસટીની અમલવારી ઈ ચૂકી છે ત્યારે સ્ટેમ્પ હજુ પણ યાવત રાખવામાં આવ્યા છે. જીએસટી અવા સ્ટેમ્પ ડયુટી બે માંથી એક હોવું જોઈએ તેવી માંગણી કરાઈ હતી. અમે મેન્યુફેકચર ની પરંતુ એસેમ્બલર છીએ તેવું પણ જણાવાયું હતું. એર્ફોડેબલ હાઉસીંગમાં પણ જીએસટી ઘટાડવું જોઈએ. જેનાથી પડતર કિંમત નીચી રહેશે અને લાભ લોકો સુધી પહોંચશે તેવી માંગણી કરવામાં આવી હતી.
માનસીક કસરતની સાથે હવે મેરેથોન દોડશે બિલ્ડરો
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રહેલી કડાકુટના કારણે બિલ્ડરો સતત માનસિક કસરત કરતા હોય છે. ત્યારે શહેરમાં આયોજીત સવન રાજકોટ મેરેોનમાં હવે બિલ્ડરો શારીરિક બળ પણ લગાવશે. બિલ્ડરો આ મેરેથોનમાં ઉત્સાહી દોડશે તેવું આજે જણાવાયું હતું. વધુમાં કહ્યું હતું કે, સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯ રાજકોટ શહેરની ઈવેન્ટ છે, તે એક ફિટનેસનો
તહેવાર છે, તે રાજકોટની સાચી આતિથ્ય ભાવના છે. આવી દરેક ઈવેન્ટ્સમાં રાજકોટની જનતાએ આવા અનેક કાર્યક્રમોને ઉત્સાહ અને ઉગ્ર ઉત્સાહી ટેકો આપ્યો છે. ત્યારે રાજકોટનાં બિલ્ડરોની અગ્રગણ્ય સંસ્થા ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન પણ આ મેરેથોનમાં સક્રીયતાથી જોડાયેલ છે. આ મેરેથોન એક ઈન્ટરનેશનલ કક્ષાની હોવાથી રાજકોટ સમગ્ર વિશ્ર્વના ફલક ઉપર નામના મેળવશે. અને જેનાથી રાજકોટના રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ નોંધ લેવાશે, જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આ મેરેથોન થકી લાભ થશે તેવું ચોક્કસપણે માનવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ સક્રિય સર્મનની રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના સભ્યોએ મેરેથોન ૨૦૧૯ના આયોજન માટે આ પહેલ કરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોીએશન જેવી અનેક સંસ્થાઓએ ટેકો આપ્યો છે. અમને રજીસ્ટ્રેશન અને સ્વયંસેવકો ટેકો માટે પુરા દિલીપ આપ્યો છે. જેમાં દીલીપ લાડાણી, ધ્રુવીક પટેલ, સુજીત ઉદાણી, અમીત રાજા, જીતુ કોઠારી, અમીત ત્રાબડીયા, સમીર ગામી, અનીલ જેઠાણી, વાય.બી.રાણા, મીહીર મણીયાર, વિક્રાંત શાહ, નીખીલ પટેલ, આશિષ મહેતા, રાજદીપસિંહ જાડેજા, શૈલેષ શીંગાળા, આદિત્ય લાખાણી, ચેતન રોકડ, હાર્દિક શેઠ, રણધીરસિંહ જાડેજા, રૂષીત ગોવાણી સહિતનાએ ઉત્સાહ વ્યકત કર્યો હતો.