- આર.બી.એ. પેનલને ક્રિમિનલ બાર, રેવન્યૂ બાર, લેબર બાર, મહિલા બાર સહિતના વકીલ મંડળનું સમર્થન
- બાર એસોસિએશનની ગરીમા વધારવા સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રી એક જુટ થયા
રાજકોટ બાર એસોસિએશનની ગરીમા વધારવા સિનિયર એડવોકેટ એક જુથ થઇ ચુંટણી જંગમાં ઝંપલાવતા સિનિયર ધારાશાસ્ત્રીઓની આર.બી.એ.પેનલને સર્વસ્વિકૃતિ મળી છે. આર.બી.એ. અને એક્ટિવ પેનલ વચ્ચેના ચૂંટણી જંગ જીતવા કેટલાક એડવોકેટ દ્વારા બંને પેનલ વચ્ચે સમાધાન થયાની અફવા ફેલાવી બુધ્ધીજીવી મતદાર એવા ધારાશાસ્ત્રીઓને ગુમરાહ કરવા પ્રયાસ થયો છે. આર.બી.એ. પેનલ દ્વારા સમાધાનની કોઇ ફોર્મ્યુલા તૈયાર કરી ન હોવાની અને ચૂંટણી જંગ જીતવા પ્રચાર શરૂ કરી દીધો છે. આર.બી.એ. પેનલને જુદા-જુદા વકીલ મંડળનું સમર્થન મળતા સિનિયર અને જુનિયર એડવોકેટો એક જૂથ થઇ આર.બી.એ. પેનલને વિજેતા બનાવવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
રાજકોટ બાર એસોશીએશનની આગામી વર્ષ-2023ની અત્યંત રસપ્રદ ચૂંટણીમાં આ વખતે રાજકોટ બાર એસોશીએશનના અગ્રણી ધારાશાસ્ત્રીઓ બારનું સુકાન સંભાળવા સહમત થતા અનેક વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ એકજૂટ થઇ આર.બી.એ.પેનલના નામે ઉમેદવારી નોંધાવી છે. જે આર.બી.એ. પેનલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન તા.05 ડિસેમ્બરે કાઠીયાવાડ જીમખાના પાસે જુના જાગનાથ પ્લોટ-1 ખાતે કરવામાં આવ્યું છે.
આર.બી.એ. પેનલમાંથી પ્રમુખપદે લલિતસિંહ શાહી, ઉપપ્રમુખપદે નલીનકુમાર જે.પટેલ (એન.જે.પટેલ) સેક્રેટરી તરીકે દિલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી તરીકે જે.એફ.રાણા, ટ્રેઝરર તરીકે કિશોર સખીયા અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવભાઇ શુક્લ (જયુભાઇ)એ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કારોબારી સભ્યો તરીકે બીપીનભાઇ એચ.મહેતા, બારના ભુતપૂર્વ પ્રમુખ તુલશીદાસ ગોંડલીયા, ભુતપુર્વ પ્રમુખ નરેશભાઇ સીનરોજા, લેબર બાર ભુતપુર્વ પ્રમુખ ગીરીશભાઇ ભટ્ટ (જી.કે.ભટ્ટ) વરીષ્ઠ ધારાશાસ્ત્રી મહર્ષીભાઇ પંડ્યા, લેબર બારના ભુતપુર્વ પ્રમુખ જી.આર.ઠાકર, જી.એલ.રામાણી, બીપીનભાઇ આર.કોટેચા, જયંતભાઇ વી. ગાંગાણી, જીજ્ઞેશભાઇ જોષી તથા મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે રજનીબા રાણાએ ઉમેદવારી નોંધાવી છે.
આર.બી.એ. પેનલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જાણીતા એડવોકેટ દિલેશભાઇ જે.શાહના કાઠીયાવાડ જીમખાના પાસે આવેલી ઓફિસ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આર.બી.એ. પેનલના સમર્થનમાં 500થી વધુ સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓએ સ્વયંભૂ હાજર રહી આર.બી.એ. પેનલને પોતાનો ટેકો જાહેર કરી સહર્ષ વધાવી લીધેલ છે તથા રાજકોટ બાર એશોસીએશનની ગરીમાને પુન:સ્થાપીત કરવા માટે થઇને આર.બી.એ. પેનલને જંગી બહુમતીથી જીતાડવા રાજકોટ બાર એસોશીએશનના તમામ સભ્યોને અપીલ કરી છે.
આર.બી.એ. પેનલના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટ બાર એસોશીએશનના વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ ડી.જી.શાહ, આર.એમ.વારોતરીયા, અમીતભાઇ જોષી, હીંમતભાઇ સાયાણી, કાંતીલાલ સોરઠીયા, વી.સી.દોશી, સુરેશભાઈ દોશી તેમજ બી.જે.પી. પ્રદેશ લીગલ સેલના સહસંયોજક અનીલભાઈ દેસાઈ, રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સેક્રેટરી પી. સી. વ્યાસ, ટ્રેઝ22 જીતુભાઈ પારેખ, રેવન્યુ પ્રેકટીસનર્સ એસોશીએશનના પ્રમુખ દિલીપભાઈ મીઠાણી, ઈન્કમટેક્ષ બાર એસોશીએશનના પ્રમુખ ધીમંતભાઈ વ્યાસ, એમ.એ.સી.પી. બાર એસોસીએશનના પ્રમુખ અજયભાઈ જોષી, ક્રિમીનલ બાર એસોશીએશનના પ્રમુખ તુષારભાઈ બસલાણી, નોટ2ી એસોશીએશનના ડી. ડી. મહેતા, ક્ધઝ્યુમર બાર એસોશીએશનના પ્રમુખ ડી. બી. વસાવડા, ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ જાની, સેક્રેટરી સુનીલભાઈ પોપટ તથા ગુજરાત નોટરી ફેડરેશનના પ્રમુખ સંજયભાઈ જોષી, લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, યુથ ફોર ડેમોક્રેસીના હીંમતભાઈ લાંબડીયા તથા ટ્રેડમાર્કના સીનીય2 ધારાશાસ્ત્રી રમેશભાઈ ધોડાસરા હાજર રહ્યાં હતાં.
આ ઉ52ાંત રાજકોટના વરીષ્ઠ સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રવિણભાઈ કોટેચા, જયકૃષ્ણભાઈ માકડીયા, મહેશભાઈ ત્રિવેદી, પિયુષભાઈ શાહ, સંજયભાઈ વ્યાસ, કમલેશભાઈ શાહ, શાંતનુભાઈ સોનપાલ, આર. ડી. ઝાલા, વિરેશભાઈ ગોડા, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, દિપકભાઈ ભીમાણી, હર્ષદભાઈ માણેક, મનીષભાઈ ખખ્ખર, હેમંતભાઈ ભટ્ટ, 2ામદેવસિંહ ઝાલા, 52કીનભાઈ રાજા, અશોકસિંહ વાઘેલા, અશ્વીનભાઈ પોપટ, નલીનભાઈ શુકલ, પરેશભાઈ મારૂ, ભગી2થસિંહ ડોડીયા, દિપકભાઈ અંતાણી, કમલેશભાઈ રાવલ, જતીનભાઈ કા2ીઆ, એ. ડી. વ્યાસ, વિનેશભાઈ છાયા, પથીકભાઈ દફત2ી, ભાવીનભાઈ દફતરી, હીતેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ પ2સોંડા, સુરેશ ફળદુ, હીતેષભાઈ મહેતા, સરફરાઝખાન પઠાણ, મયંકભાઈ પંડયા, જે. બી. શાહ, અજયભાઈ સેદાણી, શૈલેષભાઈ વ્યાસ, જગદીશભાઈ ચોટલીયા, રાજભા ઝાલા, રશ્મીકાંત પંડયા, વિનુભાઈ વ્યાસ, અશ્ર્વીનભાઈ ગોસાઈ, પ્રવિણભાઈ ત્રિવેદી, રક્ષીતભાઈ લોલા, ડી. બી. બગડા, પ્રવિણભાઈ સોલંકી, અશ્ર્વીનભાઈ મહાલીયા, પરાગભાઈ વોરા, કેતન જેઠવા, જતીનભાઈ ઠકકર, મેહુલભાઈ મહેતા, દિપેશભાઈ અંધારીયા, જીજ્ઞેશભાઈ પઢીયાર, જયેન્દ્રભાઈ ગોંડલીયા, હસમુખભાઈ ગોહેલ વિગેરે તેમજ મહીલા ધારાશાસ્ત્રીઓ ભાવનાબેન જોષીપુરા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, અલ્કાબેન પંડ્યા, ધારાબેન પંડીત, નિરાલીબેન રામાણી, ગાર્ગીબેન ઠાક2, ત્રિશલાબેન જોષી, પુનમબેન પટેલ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
- બારની ચૂંટણીમાં એક્ટિવ પેનલમાંથી સિધ્ધરાજસિંહ જાડેજા એક્ઝિટ
- જીજ્ઞેશ જોશીએ પાંચ હોદા પરથી ફોર્મ પરત ખેંચી આરબીએની પેનલના કારોબારીમાં ગોઠવાયા: ઉપપ્રમુખ એન જે પટેલ બિનહરીફ
રાજકોટ બાર એસોસિએશનની 2023ની સાલની તા. 16 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં સિનિયર ધારાશાસ્ત્રીઓની આરબીએ પેનલ અને યુવા વકીલોની એક્ટિવ પેનલ વચ્ચેની તીવ્ર હરિફાઈ વચ્ચે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા સમય સુધીમાં છ હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિતની 16 બેઠકો માટે કુલ 63 ઉમેદવારોનો આપણો ફાટી નીકળ્યો છે. બીજી તરફ નામપત્રો પાછા ખેંચવાનો છેલ્લો સમય તા. 8 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધીનો છે, ઉપપ્રમુખ સહિતના કેટલાક પદ બિનહરીફ કરવા માટે સિનિયર અને જુનિયર વકીલોના જૂથો વચ્ચે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ધારાશાસ્ત્રીઓની આરબીએ પેનલને આજે બપોર સુધીમાં મહદંશે સફળતા સાંપડી રહી છે.
બાર એસોની ચૂંટણી 2023માં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો કાલે તારીખ 8ના સાંજે 5:00 વાગ્યાનો છે, તે દરમિયાન બેઠકો બિનહરીફ કરવા માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છ હોદ્દેદારો અને કારોબારી સભ્યમાં કુલ 7 જગ્યા માટે ઉમેદવારી કરનાર જિગ્નેશ જોષીએ આરબીએ પેનલના ટેકામાં હોદ્દેદારોની પ્રમુખ સહિતની છ બેઠકો ઉપરથી ઉમેદવારી પાછી ખેંચીને માત્ર કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી ચાલુ રાખી છે. જેમાં ઉમેદવારો એક્ટિવ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્વતંત્ર કિરીટ નકુમે આરબીએ પેનલના ટેકામાં અત્યારથી જ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે, ઉપપ્રમુખમાં વરિષ્ઠ ધારાશસ્ત્રી એન જે પટેલ બિનહરીફ જાહેર કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ઉપરાંત સેક્રેટરીમાં ભરત હિરાણીએ, કારોબારીમાં બે સભ્યોએ ઉમેદવારી પાછી ખેંચી છે. દરમિયાન છ હોદ્દેદારો અને દસ કારોબારી સભ્યો સહિતની 16 બેઠકો ઉપર ઉમેદવારી કરનારા 63 સિનિયર જુનિયર વકીલોમાં હાલ પ્રમુખપદ માટે આરબીએ પેનલના વરિષ્ઠધારા શાસ્ત્રી લલિતસિંહ શાહી અને એક્ટિવ પેનલના બકુલ રાજાણી સહિત ચાર ઉમેદવારો ચિત્રમાં રહે છે. ઉપપ્રમુખ માટે આરબીએ પેનલના વરિષ્ઠધારાશાસ્ત્રી નલીનકુમાર જે પટેલ સહિત બે ઉમેદવારો રહે છે, એક ઉમેદવારને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે સફળતા મળશે તો ઉપપ્રમુખપદ સિનિયર એડવોકેટ એન. જે. પટેલને બિનહરીફ મળી જશે. સિક્રેટરીપદ ઉપર આરબીએ ના દિલીપ જોશી અને એક્ટિવના યોગેશ ઉધાણી સહિત ત્રણ ઉમેદવારો છે. જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર આરબીએના જયેન્દ્રસિંહ રાણા અને એક્ટિવના વિરેન વ્યાસ સહિત પાંચ ઉમેદવારો ચિત્રમાં રહે છે. એક્ટિવના સુમિત વોરા અને આરબીએના વરિષ્ઠ ઘનશ્યામ ઠાકર સહિત પાંચ ઉમેદવારો ચિત્રમાં છે, લાઇબ્રેરી સેક્રેટરીમાં એક્ટિવ પેનલના અજય પીપળીયા અને આરબીએના જયદેવ શુક્લ સહિત ત્રણ ઉમેદવારો છે. કારોબારીમાં મહિલા અનામતની એક બેઠક વ્યક્તિઓને આરબીએના એક એક ઉમેદવારો સહિત છ મહિલાઓ ચિત્રમાં છે જ્યારે કારોબારીની ઓપન નવ બેઠકોમાં અજય ડાકા અને ઊર્મિલ મણિયારના ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા હાલ 25 ઉમેદવારો ચિત્રમાં રહે છે.
નામ પત્રો પાછા ખેંચાવાના અંતિમ સમયગાળો કાલે તારીખ 8 ને સાંજે 5:00 વાગ્યાનો હોય સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓના જૂથો દ્વારા ઉમેદવારોને સમજાવી નામપત્રો પાછા ખેંચાવવાના પ્રયાસો છેક છેલ્લી ઘડી સુધી ચાલુ રહેનાર હોય ફાઇનલ ચૂંટણી ચિત્રની ત્યારે જ ખબર પડશે.