અબતક, રાજકોટ

વિશ્ર્વનો સૌથી લાંબો રાસોત્સવની ધમાકેદાર ઉજવણી રાજકોટ સહીત સમગ્ર ગુજરાત અને દેશમાં હર્ષોઉલ્લાસ સાથે થઇ રહી છે. શકિતની ભકિતમાં લીન થવાનો નવરાત્રી ઉત્સવ સમગ્ર રાજકોટની શેરી-ગલીઓમાં જગદંબા સ્વરુપ નાની નાની બાળાઓ માના ગુણાનુવાદ (ગરબા) સાથે રાસ રમતી હોય ત્યારે સમગ્ર વાતાવરણ જાણે કે ભકિતરસનું આચમન કરતું હોય તેવું વાતાવરણ દેખાય રહ્યું છે.

ત્યારે રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર વિઘાનિકેતન સ્કુલ સામે આવેલ જાણીતા પામસીટી ખાતે શેરી-ગરબાનું આયોજન સોસાયટીમાં કરવામાં આવ્યું છે. સોસાયટીના તમામ સદસ્યો માતાજીની ગરબા ગઇને આરાધના કરે છે. નાની બાળાઓથી લઇ સૌ કોઇ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી નિયમોને ઘ્યાને રાખી ગરબા રમી માતાજી પુજા અર્ચના કરી રહ્યાં છે.

Screenshot 4 8

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પામ સીટીના મહીલાઓ એ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. દરેક ગુજરાતી માટે ગરબા એક અનેરું મહતવ ધરાવે છે. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબા અને 400 લોકોની છુટછાટ  સાથે ગરબા રમવાની છુટછાટ આપવામાં આવી છે. અમે અમારી સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યુ છે. તમામ સદસ્યો, નાના બાળકો સ્ત્રી-પુરૂષ સૌ સાથે મળી માતાજીની આરાઘ્યા કરીએ છીએ. કોરોના બાદનો ઉત્સાહ ખુબ જ છે કે આપણે ચણીયાચોળી પહેરી ગરબે ધુમી રહ્યાં હતા.

માતાજીને પ્રાર્થના કે હવે આ કોરોના મહામારી જલ્દીથી જતી રહે અને સૌ કોઇ દરેક તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.