શિલ્ડ, ટ્રોફી, ગિફટ, ચેસ બોર્ડ અને રોકડ રકમ સાથે ૮૦ વિજેતાઓને પુરસ્કૃત કરાયા
રાજકોટ મહાનગરપાલિકા અને ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા બાલભવન, રેસકોર્ષ ખાતે નિ:શુલ્ક ઓપન રાજકોટ રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
તેમાં ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટ ૭૦ લેડીઝ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. અત્યાર સુધીની રેકર્ડ એન્ટ્રી હતી તેમજ અંડર- ૧૩, ૧૮, લેડીઝ અને ઓપન કેટેગરીની ૪ ટુર્નામેન્ટ રમાડી હતી. દરેક ટુર્નામેન્ટમાં ૨૦, ૨૦, ૧૦ , ૧૦ તેમજ પ્રોત્સાહીત ઇનામો આપેલ તેમજ ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. આ ટુર્નામેન્ટમાં શિલ્ડ, ટ્રોફી, ગીફટ, ચેસ બોર્ડ અને રોકડ રકમ પુરસ્કાર તરીકે ૮૦ ઇનામો કુલ આપેલ હતા. આ ટુર્નામેન્ટનું ઓપનીંગ મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, રાષ્ટ્રીય અનુસુચિત જાતીના મોરચના ભાજપના નેતા અને સમાજ કલ્યાણના ચેરમેન આશિષભાઇ વાગડીયાએ ઓપનીંગ કરીને ખેલાડીને શુભેચ્છા પાઠવી હતી.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મેયર બીનાબેન આચાર્ય, કમિશ્નર બંછાનીધી પાની, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, ડે.મેયર અશ્ર્વીનભાઇ મોલીયા, અને સમાજ કલ્યાણના ચેરમેન આશિષભાઇ વાગડીયા, વગેરેએ સહકાર આપેલ હતો. ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, દેવાંગભાઇ માંકડ અને કોર્પોરેશનના દરેક પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી. તેમ ગેસ્ફોટ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકીએ જણાવેલ છે.