રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન અને ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા ઓપન રાજકોટ રેપીડ ચેસ ટુર્નામેન્ટ આર.એમ.સી. ટ્રોફીનું તા.૫ ઓગસ્ટને રવિવારે ગુરૂ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ, આમ્રપાલી સિનેમા પાસે, રૈયા રોડ ખાતે આયોજન કરેલ છે. ફ્રી એન્ટ્રીમાં ટુર્નામેન્ટ રમાડવાની હોય વહેલા તે પહેલાના ધોરણે ૪૦૦ ખેલાડી રમાડવાના હોય એન્ટ્રી ફોર્મ ભરીને વહેલા પહોંચાડવાના રહેશે.
જેમાં કુલ ચાર પ્રકારની ટુર્નામેન્ટો અંડર-૧૩, અંડર-૧૭, લેડીઝ અને ભાઈઓ માટે ઓપન કેટેગરીની કુલ-૪ પ્રકારની ટુર્નામેન્ટ રમાડવાની છે. દરેક ટુર્નામેન્ટમાં અંડર-૧૩, અંડર-૧૭માં ૧ થી ૨૦ ખેલાડીને ઈનામ આપવામાં આવશે. લેડીઝ અને ઓપનમાં ૧ થી ૧૦ ખેલાડીને ગીફટ, ટ્રોફી, ચેસ બોર્ડ દરેક ભાગ લેનાર ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે. ભાગ લેનાર ખેલાડીએ ચેસ સેટ ફરજીયાત અને ચેસ કલોક જો હોય તો લાવવાની રહેશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને ચા-પાણી-નાસ્તો અને બપોરના જમવાની સગવડતા કરેલ છે. આર.એમ.સી.ની ટુર્નામેન્ટ હોય ફ્રી એન્ટ્રી રાખેલ છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન તરફથી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મિરાણી, નિતીનભાઈ ભારદ્વાજ, કમિશનર બંછાનિધી પાની, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન આશીષભાઈ વાગડીયાએ ટુર્નામેન્ટ માટે શુભકામનાઓ પાઠવેલ છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રમુખ નટુભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, દિપકભાઈ જાની, વલ્લભભાઈ પીપળીયા, હર્ષદભાઈ ડોડીયા, મહેશભાઈ વ્યાસ, મહેશ ચૌહાણ, કાલીદાસભાઈ વ્યાસ, મનીષ પરમાર, એ.આર.માલવી, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર વગેરેએ જહેમત ઉઠાવી છે.
ટુર્નામેન્ટ માટેના ફોર્મ કિરીટ પાન ઘર, ગેસ્ફોર્ડ ટોકીઝ પાસેથી મેળવી લઈ પાછા ત્યાં જ આપવાના રહેશે. છેલ્લી તા.૩/૮ સુધીમાં ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમ ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઈ સોલંકીએ જણાવેલ છે. આ માટેની વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા (મો.૯૪૨૫૨ ૪૮૨૫૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.