રેલનગરના પરિવારે તરૂણી સાથે સગાઇ કરવાનું નક્કી કરતા યુવકે હવસ સંતોષી બીજી યુવતી સાથે સગપણ કર્યુ!: માતા, પિતા અને યુવક સામે નોંધાતો ગુનો
શહેરમાં છેલ્લા એકાદ માસમાં સગીર અને નાબાલીક ગણાતી તરૂણીઓ પર દુષ્કર્મના ગુનાનું પ્રમાણ વધ્યું હોય તેમ વધુ એક તરૂણીને સગાઇ કરવાનું કહી શરીર સંબંધ બાધી રેલનગરના શખ્સે અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ અન્ય યુવતી સાથે સગપણ કરી વિશ્ર્વાસઘાત કરતા તરૂણીની દાદીએ યુવક અને તેના માતા-પિતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા વાલ્મીકીવાસ પાસે આવેલા સ્લમ કવાર્ટરની તરૂણી પર રેલનગર પાસેના અવધ પાર્કના ચિરાગ બકુલ જેઠવાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાર્ની અને તેના પિતા બકુલ ગીરધર જેઠવા અને માતા વિજયાબેન જેઠવાએ સગાઇ કરવાની બાહેધરી આપી સગાઇ ન કરી ચિરાગની અન્ય યુવતી સાથે સગપણ કરી છેતરપિંડી કર્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સ્લમ કવાર્ટરની તરૂણીને રેલનગરના અવધ પાર્કના ચિરાગ જેઠવાએ પ્રેમ ઝાળમાં ફસાવતા તેના પિતા બકુલભાઇ જેઠવા અને માતા વિજયાબેન જેઠવાએ તરૂણી પુકત થશે ત્યારે ચિરાગની સગાઇ કરી આપશે તેમ કહેતા તરૂણીને અવાર નવાર મળવા માટે ચિરાગ બોલાવતો અને દુષ્કર્મ આચર્યા બાદ ચિરાગ સાથે સગાઇ ન કરી પોતાના પુત્રની અન્ય યુવતી સાથે સગાઇ કરી વિશ્ર્વાસઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે.લાઠીયા સહિતના સ્ટાફે ચિરાગ જેઠવા, બકુલ જેઠવા અને વિજયાબેન જેઠવા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.