એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ બનાવી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની ગ્રાન્ટનો ઉપયોગ કરવા કોંગી અગ્રણીની માંગ
એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ બનાવી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી આવલી 15માં નાણાપંચની 71 કરોડ 97 લાખની ગ્રાન્ટ નો ઉપયોગ કરી હવાનું પ્રદુષણ ઘટાડવા અંગે કોંગ્રેસ અગ્રણી ગોપાલ મોરવાડિયા દ્રારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
રજુઆત કરતા તેઓએ જણાવ્યું છે કે,કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર ભારતમાઁ 390 પ્રદુષિત શહેરો માઁ રાજકોટ 94 માઁ નંબરે આવ્યું છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને કલાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર 2020-21 માઁ રાજકોટ માઁ 94 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22 માઁ રાજકોટ માઁ 116 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણી હવાનું પ્રદુષણ વધ્યું છે. ઉધોગો ની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે જેને કારણે હવાનું પ્રદુષણ વધ્યું છે. જેમાં 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઇન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાઁ આવે છે. ત્યારે રાજકોટ નો એર ક્વોલિટી ઈન્ડેક્સ 116 નોંધાયો છે અને ટોપ 100 પ્રદુષિત શહેરો માઁ 94 ક્રમ નોંધાયો છે.
આમ અમદાવાદ અને સુરત કરતા પણ રાજકોટની હવા વધુ પ્રદુષિત બની છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આર.ટી.આઈ. અનુસાર ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી હવાની ગુણવતા સુધારવામાં માટે 5 હપ્તામાં 15 માં નાણાપંચની 71 કરોડ 97 લાખ રૂ, ની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકા ને આપવામાં આવેલ છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા આ 71 કરોડ 97 લાખ ની ગ્રાન્ટ ની સામે નવેમ્બર 2022 સુધીમાં માત્ર 48,39,120 ખર્ચ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા આ 71 કરોડ 97 લાખની ગ્રાન્ટ ની સામે નવેમ્બર 2022 સુધીમાં માત્ર 48,39,120 ખર્ચ કરેલ છે બાકી ની બચેલ ગ્રાન્ટ નો ઉપયોગ પ્રદુષણ ઘટાડવા માટે કરવો જોઈએ એર ક્વોલીટી મેનેજમેન્ટ સેલ બનાવી અને 15 માં નાણાપંચની 71 કરોડ 97 લાખ રૂ, ની ગ્રાન્ટ નો ઉપયોગ હવાનું પ્રદુષણ ઘટાડવા માટે કરવામાં આવે જેથી રાજકોટ ના એર ક્વોલિટી ઇન્ડેક્સ માઁ ઝડપી સુધારો થાય અને પ્રદુષિત શહેરોની યાદી માંથી બહાર આવે.