ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-2022 અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટી પાસે જુદી જુદી કેટેગરી જેવી કે, બિલ્ડ એન્વાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, આઇસીસીસી સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઇડીયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીની નોમીનેશન પ્રક્રિયા થઇ હતી. જે પ્રક્રિયામાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા વોટર કેટેગરીમાં સમગ્ર ભારતમાંથી કુલ 35 શહેર દ્વારા કુલ 42 નોમીનેશન- પ્રેઝન્ટેશન થયું હતું. જેમાં રાજકોટ સ્માર્ટ સિટીને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીના હસ્તે એવોર્ડ સ્વીકારતા મેયર અને મ્યુનિસિપલ
આજે ઇન્દોર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીના વરદ્ હસ્તે રાજકોટ સ્માર્ટ સિટીને સ્માર્ટ સિટી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. મેયર નયનાબેન પેઢડીયા અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારેલ છે.
ચોમાસા દરમ્યાન સ્ટોર્મ વોટરના નેટવર્ક મારફત તળાવ-1, તળાવ-2 કે તળાવ-3 માં ઠલવાશે. અને તેનો જળ સંચય થશે. તળાવ-1 કે જે અટલ સરોવર તરીકે ડેવલોપ થઇ રહેલ છે. જેમાં ઉનાળા દરમ્યાન તળાવને ફરી ભરવા માટે 8 એમએલડીના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત પાણી ભરવામાં આવશે, જેથી આ તળાવ બારેમાસ ભરેલ રહેશે અને આજુબાજુના વિસ્તારોના જળ સ્તર ઊંચા આવશે અને ગ્રેનરી માટે એક ઉતમ ઉદાહરણ થશે.
સામાન્ય રીતે પર્યાવરણ જાળવવા માટે 3-છ (રીડ્યુસ, રી-સાઈકલ અને રી-યુઝ) પ્રચલિત છે. પરંતુ અટલ સરોવર લેક ડેવલોપમાં 4-છ (રીડ્યુસ, રી-સાઈકલ, રી-યુઝ અને રી-ક્રિએશન)નો સમાવેશ થયેલ છે. રાજકોટ સ્માર્ટ સિટીના 930 એકર એરિયામાં અંદાજે 65 હજાર વૃક્ષોનાં વાવેતરની પ્રક્રિયા ચાલુ છે. જેથી અંદાજીત 14,35,160 કિલોગ્રામ કાર્બન પ્રતિ વર્ષ ઓછો જનરેટ થશે આ વૃક્ષોનો ઉછેર કરવા માટે રી-સાઈકલડ વોટરના ઉપયોગ થકી પીવાના પાણીની બચત થશે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ રાજકોટના નાગરીકોને નવા નજરાણા તરીકે આગવી ભેટ સ્વરૂપ મળેલ છે.