ઈન્દોર ભારતનું સૌથી સ્વચ્છ શહેર: સ્વચ્છ ૫૦ શહેરોમાં સુરત, બરોડા, અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૨ શહેરોનો સમાવેશ: આવતા વર્ષે ફરી સ્વચ્છતા સર્વેક્ષણ હાથ  ધરાશે

૧ લાખ કે તેી વધુની વસ્તી ધરાવતા દેશના ૫૦૦ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હા ધરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુએ આજે દેશના ૫૦ સ્વચ્છ શહેરોના નામો જાહેર કર્યા હતા. જેમાં ઈન્દોર ભારતનું સૌી સ્વચ્છ શહેર હોવાનું જાહેર કરાયું છે. જયારે આ સર્વેમાં રાજકોટ શહેરને ૧૮મો ક્રમાંક આપવામાં આવ્યો છે. સ્વચ્છ ૫૦ શહેરોમાં સુરત, બરોડા, અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૨ નગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતા વર્ષે ફરી દેશના વિવિધ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ હા ધરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં પ્રમ વખત સ્વચ્છતા માટે વિવિધ શહેરોને નંબર આપવામાં આવ્યા હતા. જેમાં દેશના ૭૩ શહેરો પૈકી ટોપ ૨૦ શહેરોમાં રાજકોટનો ક્રમાંક ૭માં રહ્યો હતો. વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૧ લાખ કે તેી વધુની વસ્તી ધરાવતા ૫૦૦ શહેરો વચ્ચે પ્રમવાર સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી હા ધરવામાં આવી હતી. જેમાં શહેરોની વિવિધ પાસાઓના આધારે ૨૦૦૦ માર્કસ રાખવામાં આવ્યા હતા. જેમાં ૯૦૦ માર્કસ સ્વચ્છતા માટે કરવામાં આવતી કામગીરી, ૬૦૦ માર્ક પબ્લીક ફીડબેક અને ૫૦૦ માર્કસ કેન્દ્રની ટીમ જે તે શહેરમાં નિરીક્ષણ માટે ‚બ‚ જાય તેના રાખવામાં આવ્યા હતા. આજે રાજધાની નવીદિલ્હી ખાતે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુ દ્વારા દેશના ટોપ ૫૦ સ્વચ્છ શહેરોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઈન્દોર પ્રમ ક્રમે રહ્યું છે જયારે રાજકોટને ૧૮માં ક્રમાંક આપવામાં આવ્યો છે. ૭૩ શહેરોમાં રાજકોટનો ૭મો ક્રમાંક હતો જયારે ૫૦૦ શહેરોમાં રાજકોટનો ૧૮મો ક્રમાંક ખરેખર સ્વચ્છતામાં રાજકોટની સિધ્ધી દર્શાવે છે. આગામી દિવસોમાં દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બનવા માટે મહાપાલિકા દ્વારા પુરતા પ્રયાસો હા ધરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ટોપ ૧૦ સ્વચ્છ શહેરોમાં ઈન્દોર પ્રમ ક્રમે, ભોપાલ બીજા ક્રમે, વિશાખાપટ્ટનમ્ ત્રીજા ક્રમે, સુરત ચોા ક્રમે, મૈસુર પાંચમાં ક્રમે, ત્રીચુરાપલ્લી છઠ્ઠા ક્રમે, નવીદિલ્હી ૭માં ક્રમે, નવી મુંબઈ આઠમાં ક્રમે તિ‚પતિ નવામાં ક્રમે અને વડોદરા દસમાં ક્રમે રહ્યું છે. આ ઉપરાંત ચંદીગઢ, ઉજ્જૈન, પુણે, અમદાવાદ, અંબીકાપુર, કોઈમ્બતુર, ખરગોન, રાજકોટ, વિજયવાડા અને ગાંધીનગર અનુક્રમે ૧૧ ી ૨૦માં ક્રમે રહ્યું છે. ટોપ ૫૦ સ્વચ્છ શહેરોમાં સૌી વધુ ગુજરાતના ૧૨ શહેરો, મધ્યપ્રદેશના ૧૧ શહેરો, આંધ્રપ્રદેશના ૮ શહેરો, રાજસન અને પંજાબના પાંચ પાંચ શહેરો, હરીયાણા અને કર્ણાટકના એક એક શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતનું અમદાવાદ ૧૪માં ક્રમે, રાજકોટ ૧૮માં ક્રમે, ગાંધીનગર ૨૦માં ક્રમે, નવસારી ૨૫માં ક્રમે, વાપી ૨૬માં ક્રમે, ભાવનગર ૩૩માં ક્રમે, કલોલ ૩૪માં ક્રમે, ભાવનગર ૩૩માં ક્રમે અને જામનગર ૩૫માં ક્રમે રહ્યું છે. જયારે જૂનાગઢ ૫૨માં ક્રમે રહ્યું છે. સુરત, વડોદરા અને અમદાવાદ સ્વચ્છતા બાબતે રાજકોટ કરતા ઘણા આગળ છે.

સ્વચ્છતામાં ૭૩ શહેરોમાં રાજકોટ ૭માં નંબરે અને ૫૦૦ શહેરોમાં ૧૮માં નંબરે: મેયરે સિધ્ધી ગણાવી

બે વર્ષ પૂર્વે જયારે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ શહેરોના નામોની જાહેરાત કરવામાં આવી ત્યારે રાજકોટ ટોપ-૨૦માં ૭માં ક્રમે હતું. જો કે ત્યારે દેશના માત્ર ૭૩ શહેરો વચ્ચે સ્વચ્છતા અંગે હરિફાઈ હતી. દરમિયાન વર્ષ ૨૦૧૬માં દેશના ૫૦૦ શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ હા ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનો ક્રમ ૧૮મો આવ્યો છે. જેને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે સિધ્ધી ગણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, ૭માં ક્રમને ધ્યાનમાં રાખી ગણતરી કરવામાં આવે તો ૫૦૦ શહેરોમાં રાજકોટનો નંબર-૪૯મો આવે તો પણ સા‚ કહેવાય જયારે રાજકોટનો ૧૮મો નંબર આવ્યો છે તે ખરેખર એક સિધ્ધી સમાન છે. આગામી દિવસોમાં રાજકોટને સ્વચ્છતામાં નં.૧ બનાવવા મહાપાલિકાની પુરા પ્રયત્નો હા ધરશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.