એક દસકાથી ચાલતા વૈમનશ્યના કારણે ચાલતી અદાવતમાં થયેલા ખૂન બાદ જ‚રી પગલા લેવામાં પોલીસતંત્ર નિષ્ફળ: પોલીસ અધિકારીઓની ગુનાહીત બેદરકારીથી ઉચ્ચસ્તરીય તપાસ: કસુરવાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલાના નિર્દેશ
ધ્રાંગધ્રા, હળવદ અને મોરબી પોલીસ છાવણીમાં ફેરવાયું: પોલીસના ઉચ્ચ અધિકારીઓને પરિસ્થિતિ કાબુમાં લેવા છુટ્ટો દૌર અપાયો

સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકાથી ભરવાડ અને ગરાસીયા પરિવાર વચ્ચે ચાલતી અદાવતનું વરવું ‚પ સામે આવ્યું છે. ગત શુક્રવારે ધ્રાંગધ્રાંના ગરાસીયા યુવાનની હત્યાના ઘેરાપ્રત્યાઘાત પડયા હોવા છતાં રાજકોટ રેન્જ આઇજી અને સુરેન્દ્રનગર એસપી વચ્ચે ચાલતા વિવાદના કારણે અગમચેતીની કાર્યવાહી કરવામાં પોલીસતંત્ર દ્વારા ગુનાહીત બેદરકારી દાખવવામાં આવતા હળવદ ખાતે ભરવાડ અને ગરાસીયા જુથ ઘાતક હથિયાર સાથે આમને સામે આવી જતાં બે લોથ ઢળી હોવાનું અને તંગદીલી સર્જાય હોવાનું સામે આવ્યું છે.

meghani dipakતાજેતરમાં જ રાજકોટ રેન્જ આઇજીના સિધા માર્ગદર્શન હેઠળ કામ કરતા આરઆર સેલના સ્ટાફે વિદેશી દા‚ અંગે દરોડો પાડી સુરેન્દ્રનગરની હદમાંથી પકડયાનું બતાવતા સુરેન્દ્રનગર એસપી દ્વારા દા‚ના દરોડા અંગે દા‚ કયાંથી આવ્યો અને કયાં સ્થળેથી પકડવામાં આવ્યો તે અંગેના સીસીટીવી ફુટેજ સાથે સત્ય વિગતો પ્રકાશમાં લાવવાના થયેલા પ્રયાસથી રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક મેઘાણી વચ્ચે અહંમનો ટકરાવ થયો હતો.

પોલીસના બે ઉચ્ચ અધિકારી વચ્ચે ચાલતા વિવાદ દરમિયાન ધ્રાંગધ્રાંના ક્ષત્રિય અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રકુમારસિંહ ઝાલાની હરીપર રેલવે ફાટક પાસે ભરવાડ શખ્સોએ કરપીણ હત્યા કરતા છેલ્લા એક દસકાથી ચાલતી અદાવતને ફરી વેગ મળ્યો હતો.

ઇન્દ્રકુમારસિંહ ઝાલાની હત્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવા રેલી કાઢી હતી. તો ભરવાડ સમાજ દ્વારા પત્રિકા પ્રસિધ્ધ કરી સમાજને એકઠો કરવા અપીલ કરવામાં આવી હતી. બંને જૂથ દ્વારા સોશ્યલ મિડીયાના માધ્યમથી ઉશ્કેરણીજનક એમએમએસ ફરતા કરવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

ભરવાડ અને ગરાસીયા જૂથ દ્વારા સશસ્ત્ર અથડામણ થાય તેવી દહેશત હોવા છતાં રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને સુરેન્દ્રનગર એસપી દિપક મેઘાણીના અહંમના ટકરાવના કારણે આંખ આડા કાન કરી જ‚રી કાર્યવાહી કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હતું.

પોલીસ દ્વારા સમયસર બંને જૂથ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો ઇન્દ્રકુમારસિંહ ઝાલાની શ્રધ્ધાજંલી સભામાં જઇ રહેલા ગરાસિયા પરિવાર પર પથ્થમારો કરવાની ઘટના બનતી અટકાવી શકાય તેમ હતી.

ગરાસીયા પરિવાર પર થયેલા પથ્થરમારાના કારણે ઉશ્કેરાયેલા ગરાસીયા જુથ દ્વારા વળતો હુમલો કરી હળવદ તાલુકાના ગોલાસરણ ગામના રાણાભાઇ ભાલુભાઇ શિયાળ નામના પ્રૌઢની હત્યા, ૩૦ બાઇક, પાંચ ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ અને આગ ચાપવાની ઘટના બનતી અટકાવી શકાય તેમ હતી.

હળવદ-ઘ્રાંગધ્રાં રોડ પર આવેલા ગોપાલધામ ખાતેના ઠાકર મંદિરે એકઠા થયેલા ભરવાડ સમાજ અને ત્યાંથી પસાર થતા દરબાર સમાજ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણ બાદ લોહીયાળ જંગ ખેલાયો હતો અને તેના પગલે ઘ્રાંગધ્રાં, સોલડી, ચુલી, હળવદ તેમજ મોરબી પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ઠેર ઠેર તોડફોડની ઘટના બની હતી. સોલડી ખાતે ટોળા દ્વારા રાણાભાઇ કમાભાઇ મેવાડાની હત્યા થઇ હતી.

હળવદની લોહીયાળ ઘટના બાદ પરિસ્થિતી બેકાબુ બન્યા બાદ હિન્દી ફિલ્મની સ્ટોરીની જેમ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા તે દરમિયાન તોફાની તત્વો દ્વારા જે કરવાનું હતુ તે કરી ભાગી ગયા હતા.

બે વ્યક્તિની હત્યા અને તોડફોડની ઘટનાના ગાંધીનગરમાં પડઘા પડતા રાજયના ગૃહમંત્રી અને પોલીસ વડાએ ગંભીરતાથી લઇ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાકીદે બેઠક બોલાવી ત્રણ આઇજી કક્ષાના અને ત્રણ એસપી કક્ષાના અધિકારીઓને સમગ્ર ઘટનાની તપાસ કરવાના અને બેકાબુ પરિસ્થિતી પર નિયંત્રણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા વચ્ચે ચાલતા વિવાદના કારણે કડક કાર્યવાહી કરવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવતા બંને વચ્ચેના વિવાદ અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસની ગુનાહીત બેદરકારી અંગે તપાસના અંતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

પોલીસ અધિકારી વચ્ચેના વિવાદના કારણે સુરેન્દ્રનગર પંથકમાં બેકાબુ પરિસ્થિતી પર અંકુશ મેળવવા રાતથી જ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કાર્યવાહી શ‚ કરવામાં આવી હતી. ખોટી અફવા ન ફેલાય તે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી, કચ્છ અને અમદાવાદ વચ્ચેના વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

તોફાની ટોળા સામાન્ય રીતે એસટી બસને નિશાન બનાવતી હોવાથી એસટીની બસને હળવદ ખાતે જ અટકાવી દેવામાં આવી હતી. તંગદીલીના કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓ વિના કારણે મુશ્કેલીમાં મુકાતા ભરવાડ અને દરબાર સમાજના આગેવાનો દ્વારા શાંતિની અપીલ કરાવવામાં આવી રહી છે.

લોહીયાળ જંગ પાછળ ઉંડી તપાસ કરવામાં આવે તો પોલીસની ગુનાહીત બેદરકારી અને બે પોલીસ અધિકારી વચ્ચેના અહંમનો ટકરાવ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે.

લોહીયાળ જંગ અંગે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ સોપવામાં આવ્યા છે. આઇજી બ્રીજેશકુમાર ઝા, અજયકુમાર ચૌધરી, એસપી. મુલીયાણા અને જામનગરના એસપી, ગાંધીધામ પૂર્વના એસપી ભાવનાબેન પટેલ સહિતના પોલીસ અધિકારીઓના ધાડેધાડા મોરબી, હળવદ, ધ્રાંગધ્રાંમાં મોકલવામાં આવ્યા છે. તેમજ ગમે તે પરિસ્થિતીને પહોચી વળવા માટે સાત એસઆરપીની કંપની તેમજ એક પ્લાટુનને મેદાનમાં ઉતારવામાં આવી છે.સુરેન્દ્રનગર પંથક પોલીસ છાવણીમાં ફેરવાતા સવારથી એકંદરે અજંપાભરી શાંતિ રહી છે. ટૂંક સમયમાં જ જવાબદર પોલીસ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી થવાના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.