ચાર વિભાગમાં ધો.8થી ગે્રજયુએશનના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે
રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. ધો. 8 થી ગ્રેજયુએશન વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓની વાકચાતુર્થ ખીલે, વકતૃત્વ કૌશલ્યતા ખીલે, બાળકોને સ્ટેજ પરથી સમાજની વચ્ચે બોલવામાં કોઇ ડર તેમજ સંકોચ ન રહે, ઉપરાંત વિવિધ વિષયો પરનું જ્ઞાન વધવાથી વિઘાર્થીઓમાં સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તેવા ઉમદા વિચારોથી રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તેમ ટ્રસ્ટના ચેરમેન અજયભાઇ સંઘાણીની યાદીમાં જણાવવામાં આવે છે.
રાજકોટ શહેરની તેમજ રાજકોટ નજીકના આજુબાજુના ગામની તમામ સ્કુલોમાંથી ધો. 8 અને તેનાથી ઉપર અભ્યાસ કરી રહેલા તમામ વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. અને કોઇપણ એક વિષય પર પાંચ મીનીટ સુધી પોતાનું વકતત્વ આપી શકશે. આ સ્પર્ધા માટે ટ્રસ્ટ દ્વારા કુલ ચાર ગ્રુપ બનાવવામાં આવેલ છે. અને દરેક ગ્રુપ પ્રમાણે અલગ અલગ વિષય ફાળવવામાં આવેલ છે. વિઘાર્થી પોતે જે ગ્રુપમાં સમાવેશ થતો હોય તે ગ્રુપમાંથી વિષય પસંદ કરી તે વિષે બોલવાનું રહેશે. કોટક સભાગ્રહ, ચૌધરી હાઇસ્કુલ કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે તા. 20-11-22 રવિવારના રોજ બપોરે 3 કલાકે સ્પર્ધા યોજાશે.