સીસીટીવી ફૂટેજના આધારે બાઈક પર આવેલા ત્રણેય લૂંટારાનુંં પગેરૂ દબાવતી પોલીસ
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી હત્યા, મારામારી, ચોરી અને લૂંટ જેવા બનાવોનો ગ્રાફ શેરબજારના સેન્સેકસના ગ્રાફની જેમ ઉંચાઈના શિખરનાં સર કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં બંગલા નજીક પેઢીના કર્મચારીના સ્કુટરને ધકકો મારી ત્રિપલ સ્વારી બાઈકમાં આવેલા શખ્સોએ રોકડ રકમ ભરેલી રૂપિયા ૧.૮૬ લાખની થેલી ભરીને નાશી છૂટયા હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારી, ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી. સહિતનો કાફલો સાથે દોડી ગયો હતો. અને લૂંટમાં જાણભેદુ હોવાની શંકા તેમજ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેઈલના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.ગાંધીગ્રામના વિતરાગ સોસાયટીમાં રહેતા વિનુભાઈ લીલાધરભાઈ દાવડા નામના વૃધ્ધ કુવાડવા રોડ પર આવેલા આશિષ ટ્રેડર્સ નામની કોટનની પેઢીમાં કેશિયર તરીકે છેલ્લા ૧૫ વર્ષની નોકરી કરે છે. દરમિયાન વિનુભાઈ સોમવારે રાતે ઓફીસથી રૂપિયા ૧.૮૬ લાખની રોકડ થેલામાં મૂકી તેમના સ્કુટરની ડેકીમાં મૂકી ઘરે જવા નીકળ્યા હતા.
હોસ્પિટલ ચોકથી વિનુભાઈ તેમના સ્કુટર પર પ્રભાત હોસ્પિટલથી આગળ પહોચ્યા ત્યાંજ અચાનક પાછળથી ટ્રિપલ સવારીમાં આવેલા શખ્સોએ સ્કુટરને ધકકો મારતા વિનુભાઈ સ્કુટર સાથે નીચે પડી ગયા હતા હજુ વિનુભાઈ કંઈ સમજે તેપહેલા જ વાંદરા ટોપી પહેરેલા ત્રણ પૈકી બે શક્સે તેમને પકડી રાખ્યા હતા. જયારે ત્રીજા શખ્સે સ્કુટરમાથી ચાવી કાઢી ડેકી ખોલી અંદર રહેલો રૂપિયા .૧.૮૬ લાખના થેલાની લૂંટ કરી રૂડા બિલ્ડીંગ થઈ જામનગર રોડ તરફ નાસી ગયા હતા બનાવને પગલે અહી આવેલી પાનની કેબીન પાસે ઉભેલા કેટલાક લોકોએ પીછો પણ કર્યો હતો. પરંતુ તે પહેલા ત્રણેય લૂંટારા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજ ચકાસવા તજવીજ શ કરી દીધી હતી. લૂંટના બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તેદિશામાં તપાસ હાથ ધરી છે.