કોરોનાને નાથવા માટે કોર્પોરેશન દ્રારા પાણીની જેમ રૂપિયા 6,37,95,690નો ખર્ચવામાં આવ્યા છે. જરૂર પડ્યે યોગ્ય નિર્ણય લીધા હતા. કોરોનાને કાબૂમાં લેવા કરાયેલો ખર્ચ મંજુર કરવા માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેના પર કાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.
કોરોના મહામારીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ 21 આરોગ્ય કેન્દ્ર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રતિ માસના રૂા.10,956/-ના વેતનથી તા.01/04/2021થી તા.30/06/2021 માટે રાખવામાં આવેલ છે. આ કામે કુલ રૂા.9.45 લાખનું ખર્ચ થશે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાન ગત તા.12/01ના રોજ મળેલ મીટીંગમાં નક્કી થયા મુજબ ઇ.એસ.આઇ.એસ. જનરલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં સરફલ માઉન્ટેડ ફ્રન્ટ લોડીગ ગેસ આઉટલેટ ઓક્સીમીટર વીથ હ્યુમીડી ફાયર બોટલ ઇન્સ્ટોલેશન ઓફ મેડીકલ ગેસ કાપર લાઇન સીસીટીવી કેમેરા જરૂરી સિવિલ વર્ક તથા રાખવામાં આવેલ દર્દી માટે ભોજન વિ. વ્યવસ્થા કરવામાં આવેલ આ માટે કુલ રૂા.10,12,668/-નું ખર્ચ થયેલ છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ કોરોના ટેસ્ટીંગ બુથ માટે કેનોપી સ્ટેન્ડ તથા અન્ય આનુસાંગીક કામગીરી કરાવવામાં આવેલ જે માટે રૂા.96,170/-નું ખર્ચ થયેલ છે.
કોવિડ-19 મહામારીના અનુસંધાને આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા આયુષ ડોક્ટર-50 પ્રતિ માસના રૂા.30,000/- તથા એમ.પી.એચ ડબલ્યુ 100 આઉટ સોર્સિંગ એજન્સી મારફત પ્રતિમાસના રૂા.12000/- ફીક્સ પગારથી તા.08/04/21થી તા.31/05/21 સુધી રાખવામાં આવેલ છે. આ માટે કુલ રૂા.1,50,90,000/-નું ખર્ચ થનાર છે.
કોવિડ-19 અંતર્ગત મહાનગરપાલિકા હસ્તકની શાળા નં.10 પાસે આવેલ ડોરમિટરી ખાતે શરૂ કરવામાં આવેલ. કોવિડ કેર સેન્ટર ખાતે 80 બેડની સુવિધા કરવામાં આવેલ ત્યાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલ લોકોના કપડા, બેડસીટ વિગેરે ડીસઇન્ફેક્શન કરવાની કામગીરી સાહસ સોલ્યુશન અમદાવાદ મારફત કરાવવામાં આવેલ આ માટે કુલ રૂા.3,79,765/-નું ખર્ચ થયેલ છે. મહાનગરપાલિકા હસ્તકના 21 આરોગ્ય કેન્દ્રો પરથી કોવિડ માટેના બાયો મેડીકલ વેસ્ટના નિકાલની કામગીરી ડીસ્ટ્રોમેટ બાયો ક્લીન પ્રા.લી. મારફત ટ્રાન્સપોર્ટેશન ના એકાંતરા પ્રતિ વિઝીટના રૂા.250/- તથા ડીસ્પોઝલ ચાર્જ પ્રતિ કિલોના રૂા.40/-ના ભાવથી જાન્યુઆરી 21 શરૂ કરી આગામીથી જૂન 21 દરમ્યાન કરાવવામાં આવશે. આ માટે કુલ રૂા.6,16,626/-નું ખર્ચ થનાર છે. મહાનગરપાલિકા હસ્તકના 21 આરોગ્ય કેન્દ્રો, કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, 104 રથ, ધનવંતરી તથા સંજીવની રથ દ્વારા કોવિડના સંક્રમણને અટકાવવા માટે જરૂરી દવા ભારતીય જનઔષધી કેન્દ્ર રાજકોટ પાસેથી કુલ રૂા.5.20 લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ.
કોરોના મહામારી સામે જનજાગૃતિ માટે જુદા-જુદા જાહેર સ્થળો સીટી બસ તથા મહાનગરપાલિકાના બિલ્ડીંગો ખાતે વિનાઇલ સ્ટીકર પ્રિન્ટ કરી પોસ્ટર સ્વરૂપે લગાડવાની કામગીરી કરાવવામાં આવેલ આ માટે કુલ રૂા.3,15,461/-નું ખર્ચે થયેલ છે.