કોરોનાની વ્યાપક મહામારીમાં પરિવારની ભાવનાથી બેંકની સ્તુત્ય કામગીરી એક પિતાના શબ્દમાં
કોરોના કટોકટીમાં અત્યારે માણસ માણસથી દૂર રહે છે. કોઈ એકબીજાને મળવા તૈયાર નથી. સંક્રમણથી બચવા વ્યવહારતો ઠીક પણ ભાવપણ ખુટી પડયા છે…. ત્યારે રાજકોટ નાગરીક બેંક પોતાના સંક્રમિત કર્મચારીની કેવી રીતે ખેવના કરે છે. સહાયમાં કોઈ કચાસ નથી રાખતી અને એક આગવી પારિવારીક ભાવનાથી કોરોના સામે જંગમાં ઉતરી છે. એક કર્મચારીને સંક્રમણનો રીપોર્ટ આવ્યો બેંકનાજાણ થયા બાદ મહિલા કર્મચારી પ્રત્યેની સંવેદના સંભાળ કેવી રીતે કરવામાં તે મહિલા કર્મચારીના પિતાએ ભાવુક થઈને જણાવ્યું હતુ.
રાજકોટમાં બેંકઓફ બરોડામાં સેવા આપતા ભાવેશભાઈ આચાર્યની દિકરી ધ્વની રાજાણી રાજકોટ નાગરીક બેંકમાં છેલ્લા પાંચથી કાર્યરત છે. નાગરીક બેંકના સંચાલકોની કર્મચારીઓપ્રત્યેની સંવેદનશીલતા અને તેઓની કર્મચારીની વ્યકિતગત સંભાળ લેવાની જવાબદારી ખરેખર અભિનંદનને પાત્ર છે. ગત અઠવાડિયે ધ્વનીબેન માઈનોર કોરોના સંક્રમિત થતા તે ઘેર આઈસોલેટ થઈ તકેદારીના પગલા તેમજ નિયમ મુજબ બેંકમાં જાણકરતા એક દિવસ સંચાલકોના કહેવાથી રાજકોટ નાગરીક બેંકના સદસ્યો તેની વ્યકિતગત ખબ કાઢવા ઘરે આવ્યા માત્ર દર્દીની જ નહી સમગ્ર પરિવારની તબીયતના ખબર પૂછી માહિતી મેળવી જતા જતા બીમારને અનૂકૂળ ફળોનો ઢગલો આપતા ગયા. આનાકાની કરવા પર તેઓએ કહ્યું આ અમારા તરફથી જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા છે. દીકરી જલ્દી સારી થઈ જાય તે માટે ઉલ્લેખનીય છે કે બેંકે તેમના કર્મચારીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવા દરેક કર્મચારીને કોરોના સામે રક્ષણ આપી શકાય તેમાટે કપૂર, અજમો તેમજ લવીંગના મિશ્રણ વાળી કપડાની પોટલીઓ આપી છે.જેથી કોરોનાથી બચી શકાય તેમ છતાં કોરોના થાય તો તે કર્મચારીની સંભાળ લેવાની વ્યવસ્થા પ્રસંશનીય છે.
આજના જમાનામાં સગા સંબંધી કે પાડોશીઓ પણ કોરોનાના નામથી ડરીને સંપર્કમાં આવવાનું ટાળતા જોવા મળે છે. ત્યારે રાજકોટ નાગરીક બે;કના ચેરમેન નલીનભાઈ વસા તેમજ તેમની ટીમના આ અનુકરણીય પ્રશંસનીય પગલાની સરાહના કરવી રહી બીમાર વ્યકિત માટે શુભેચ્છાના બે શબ્દો ઘણીવાર દવા કરતાઅકસીર સાબીત થતા હોય છે. ખૂબ ખૂબ આભાર નાગરીક બેંકના સંચાલકોનો માન્યો હતો.