સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે રેલવે સ્ટેશને નવી લીફટ, એસ્કેલેટર, નવા ઓવરબ્રીજ અને રેમ્પના બાંધકામ કામોનું ભૂમિપુજન
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશન પર સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા પ્રસ્તાવિક નવી લીફટ, ત્રણ એસ્કેલેટર, નવી ફુટ ઓવર બ્રીજ અને દિવ્યાંગ, અસહાય અને અશકત માણસોની સુવિધા માટે રેમ્પના નિર્માણ કામોનું ભુમિપૂજન કરેલું હતું. રાજકોટ સ્ટેશન ખાતે આયોજીત સમારંભમાં કુંડારીયાએ જણાવ્યું કે સ્ટેશન પર લગાવવામાં આવતા એસ્કેલેટર, લિફટ અને રેમ્પનો લાભ બધા મુસાફરોને વિશેષ સુવિધા થશે. રાજકોટ ડીવીઝન રેલવે મેનેજર પી.બી. નિનાવેએ આ નીમીતે જણાવ્યું કે પ્લેટફોર્મ નં.૧ તરફ સરકયુલેટીંગ ર એસ્કેલેટર લગાવવામાં આવી રહેલ છે. જે મુસાફરોને ચઢવા અન. ઉતરવામાં મદદ કરશે. ત્યાં જ પ્લેટફોર્મ બે અને ત્રણ પર એક એસ્કેલેટર રહેશે જે ફકત પ્લેટફોર્મ ર અને ૩ થી ૧ તરફ જવા માટે હશે. પ્લેટફોર્મ નં.ર અને ૩ ઉપર એક વધારાની લીફટનું બાંધકામ કરવામાં આવી રહેલ છે. જેનાથી પ્લેટફોર્મ ૧ તરફથી આવતા મુસાફરો પ્લેટફોર્મ ર અને ૩ પર સરળતાથી ઉતરી શકશે અને પ્લેટફોર્મ ૧ અને ર તથા ૩ પર રેમ્પનું બાંધકામ પણ કરવામાં આવી રહેલ છે.
નિનાવે જણાવ્યું કે ડીવીઝન દ્વારા એસ્કેલેટર પર ૨.૭૫ કરોડ રૂપિયા, લીફટ નિર્માણ પર ૬૬ લાખ રૂપિયા, ફુટઓવર બ્રિજ પર ૧.૪૭ કરોડ રૂપિયા તથા રેમ્પના નિર્માણ પર ૯૭ લાખ સ્વરુપમાં કુલ ૭ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. તથા આ સુવિધા આગામીવર્ષના અંત સુધી મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીનીયર ડિવીઝન કોમર્શીયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ દ્વારા ધન્યવાદ કરવામાં આવ્યું. કાર્યક્રમના સંચાલન સીનીયર જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યુ હતું.