• ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વિકસીત ભારત સંવાદ એમ.એસ.એમ.ઈ. ક્રેડીટની સમસ્યાને નાણાંમંત્રી નિર્મલા સીતારામનને રજૂઆતો કરવાની આપી ખાતરી
  • રાજકોટથી અમદાવાદની મુસાફરી સવા બે કલાકમાં થઇ શકશે

રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં અધ્યક્ષ વી. પી. વૈષ્ણવ, રાજકોટ લોકસભા બેઠકનાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરશોતમ રૂપાલા અને કેન્દ્રીય રેલ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં મહત્ત્વની ચર્ચા કરતાં જોવા મળ્યાં હતાં. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અધ્યક્ષ વી. પી. વૈષ્ણવે સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારનાં 254 પ્રશ્નો મંત્રી અશ્વિની વૈષ્ણવને રજુ કરવામાં આવ્યા છે. કવચ સુરક્ષાએ રેલ્વેમાં અકસ્માતો ઘટાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. રેલવે ગમે ત્યાં દોડાવો પણ એ રેલગાડીની કનેક્ટિવેટિી સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટને આપો. સરકારની ગતિ સાથે હવે ચેમ્બરે પણ વેપાર-વાણિજ્યના પ્રશ્નોને વાચા આપવા ગતિમાં આવવું પડશે. તો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ સંવાદ દરમિયાન મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.

આ ભારત દેશ જે થોડી શતાબ્દીઓ પહેલાં ઍક વૈશ્વિક તાકાત તરીકે જોવામાં આવતું હતું એનો એવો સમયકાળ આવ્યો એ ગુલામીકાળ હતો 1947 પછી જે સરકારો આવી ખાસ કરીને 4 દશક 1950 થી 1990 એ સમાયકાળે ભારતની ઊર્જા ખતમ કરી નાખી હતી.લાઈસેન્સરાજ હતું ઉત્પાદન વધારવા માટે સત્તાધીશો પાસે પરવાનગીઓ લેવી પડતી હતી. ત્યારબાદ અટલ વાજપેયીજીની સરકારમાં થોડું પરિવર્તન આવ્યું પણ પાછલા દસ વર્ષમાં ભારત આર્થિક રીતે ખુબ પાછળ રહ્યું. 2014થી નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળતા 2004 થી 2014 દરમ્યાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે જે 11માં ક્રમે રહ્યા, તે હવે આપણે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યાં.મોદીએ ટેકનોલોજી અને વહીવટી દૃષ્ટિકોણ વાપરી નાણાકીય ક્ષેત્રે અને ઉત્પાદન ક્ષેત્રે બહુ મોટા ફેરફારો આદર્યા.

Rajkot railway station to become world class: Ashwini Vaishnav
Rajkot railway station to become world class: Ashwini Vaishnav

આજે મોદીજીની મહેનતને કારણે ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બન્યું છે. ઔધોગિક રોકાણની દૃષ્ટિએ બહુ મોટો બદલાવ આવ્યો છે અને ઘણા ઔધોગિક ક્ષેત્રે તેજી આવી અને આવનારા વર્ષોમાં આનું પરિણામ સારું જ રહેશે. મોટું વિચારવા માટે મોદીએ એક પ્રકારે પ્રેરણા આપી, વંદે ભારતની યોજના સમયે એ ટ્રેન આત્મનિર્ભર ભારતમાંથી મેઈડ ઈન ઈન્ડિયાનાં લેબલવાળી ટ્રેન જ હોવી જોઈએ તેવો મોદીજીએ આગ્રહ પણ રાખ્યો અને એ વાતને વળગી માણ રહ્યા અને અનુસર્યુંભવિષ્યનાં ભારતનાં પાયા આજે નખાઈ રહ્યા છે, વિકસિત ભારતની આગામી 100 દિવસની બ્લ્યુ 4પ્રિન્ટ પણ તૈયાર થઈ ચૂકી છે વિકાસનો નવો નારો છે 24 ડ્ઢ 7 ફોર 2047 અને ભારત એ દિશામાં કામ કરી રહ્યું છે

આજે દરરોજ 15 કિલોમીટર નવી રેલવે લાઈન ભારતમાં નખાઈ રહી છે, જે અંદાજે વર્ષની 5,000 કિલોમીટરથી પણ વધુ થાય છે આ યોજના અંતર્ગત રાજકોટ, પડધરી, ભક્તિનગર અને વાંકાનેર રેલ્વે સ્ટેશનનાં નવીનીકરણનું પણ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજકોટથી કાનાલુસનાં ટ્રેકનું ડબલીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ – અમદાવાદ વચ્ચે લાગેલી ફેનસિંગને કારણે ઢોર- ઢાંખર રેલ્વે લાઈન પર ન આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ – અમદાવાદ વચ્ચે પણ આ પ્રકારે ફેંસિંગનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે રાજકોટથી અમદાવાદની મુસાફરી 2 સવા બે કલાકમાં થઇ શકશે. કારણ કે, આ રૂટ પર 130 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ગાડીઓ દોડશે.ટેકનોલોજી અને સેમિક્ધડક્ટર ક્ષેત્રે તો ગુજરાતમાં 1.22 લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે.વિશ્વની મોટાભાગની ઈલેક્ટ્રોનિક આઈટમોમાં આગામી

વિશ્વની મોટાભાગની ઈલેક્ટ્રોનિક આઈટમોમાં આગામી દિવસોમાં મેઈડ ઈન ઈન્ડિયા કે મેઈડ ઈન ગુજરાતમાં બનેલી સેમીક્ધડક્ટર ચિપ્સ લાગેલી હશે.45 દિવસ મુદ્દે ખજખઊ ક્રેડીટની સમસ્યાને લઈને હું પોતે નાણાંમંત્રી નિર્મલા સીતારામનને રજૂઆતો કરીશ. બુલેટ ટ્રેનનાં પ્રકલ્પમાં રાજકોટ સ્થિત સપ્લાયારો મારો સીધો સંપર્ક કરી શકે છે. વધુ રેલ્વેટ્રેક્સ ઉમેરાવવાને કારણે 2025 જાન્યુઆરીથી પોઈન્ટ ટુ પોઈન્ટ નવી રેલગાડિયું અને નવા રેલરૂટ કાર્યરત કરી શકીશું.

વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 400 એવા રેલ્વે ટ્રાફિક ચોકિંગ પોઈન્ટસ આઇડેંટીફાઈ કરવામાં આવ્યા હોવાથી એ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.બે નવી વંદે ભારત સિરીઝની ગાડીઓ વંદે સ્લીપર અને વંદે મેટ્રો જુલાઈ 2024નાં ઉતરભારતમાં ઍક નવો બાયપાસ કાર્યરત કરાયો હોવાથી એ ક્ષેત્રમાં પણ રેલ્વે મુસાફરીની નવી સંભાવનાઓ ઉભી થઈ રહી છે. ઉતર ભારતમાં ઍક નવો બાયપાસ કાર્યરત કરાયો હોવાથી એ ક્ષેત્રમાં પણ રેલ્વે મુસાફરીની નવી સંભાવનાઓ ઉભી થઈ રહી છે.રાજકોટને મેન્યુફેકચારિંગ પાર્ક આપવાની સંભાવનાઓ પર રાજકોટથી જનારા ડેલિગેશન સાથે ચર્ચા અને પરામર્શ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.