ખાલી પેસેન્જર સિવાય રેલવેમાં પ્રવેશબંધી
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા તમામ સ્ટેશનો ઉપર તાત્કાલિક ધોરણે પ્લેટફોર્મ ટિકિટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રથા બીજો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
પશ્ચિમ રેલવે રાજકોટ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે સિનિયર ડીસીએમ અભિનવ જે ફ દ્વારાજણાવવામાં આવ્યું હતું કે કોવીડ 19 ના વધતા જતા સંક્રમણને જોતાં પ્લેટફોર્મ પર ભીડ નિયંત્રણ કરવા માટે રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો ઉપર તાત્કાલિક ધોરણે આબલો નિર્ણય ત્યાં સુધી ટિકિટ ન વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજકોટ વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ નહીં આપવામાં આવે મુસાફરોને માત્ર ટ્રાવેલિંગ ટિકિટ ઉપર જ પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ ડિવીઝન ના યાત્રાળુઓને અનુરોધ કરાયો છે કે અતિ આવશ્યક સંજોગોમાં જ હાલમાં મુસાફરી કરવી અને રેલ્વે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું સામાજિક અંતર નું પાલન કરવું સેનેટાઈઝર નો ઉપયોગ કરવો અથવા વારંવાર સાબુથી અથવા હેન્ડવોશ થી હાથ ધોઈને ભજ્ઞદશમ 19 ની ગાઈડલાઈન નું પાલન કરે રાજકોટ વિભાગના તમામ રતનપર લોકોની બિનજરૂરી ભીડ ઉભી ન થાય તે માટે હાલના સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરવામાં નહીં આવે.