- ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબધ્ધતા
- રાજકોટ ડીવીઝનને 18 સ્ટેશનો અને 7 ઓફીસ બિલ્ડીંગોમાં 519 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવી 4,54,989 યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી
- ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ગ્રીન અને સ્વચ્છ રેલવે તરફ મોટા કદમ ઉઠાવી રહ્યું છે.
રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સીનીયર ડીવીઝનલ ઈલેકટ્રીકલ ઈજનેર રજની યાદવના માર્ગદર્શન હેઠળ ડીવીઝન દ્વારા પ્રદુષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અનેક પગલા લેવામાં આવેલ છે. આ દિશામાં રાજકોટ ડિવિઝનના વિવિધ 18રેલવે સ્ટેશનો અને 7 ઓફિસ બિલ્ડીંગોમાં 519 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, વધુ સ્ટેશનો અને ઓફિસો પર સોલાર પ્લાન્ટની જોગવાઈ કરવામાં આવી રહી છે જે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે. પરિણામે, ઊર્જા બિલમાં બચત થાય છે.
નાના સ્ટેશનો પર સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સ્ટેશનો પરના ઉપકરણોને પાવર આપવા માટે થાય છે જેમ કે લાઇટ, પંખા, કમ્પ્યુટર અને ફરતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટિંગ. મોટા સ્ટેશનો પર, ઉત્પન્ન થતી ઉર્જા વીજળીના ગ્રીડમાં પ્રસારિત થાય છે અને વીજળીના બિલ મીટરવાળી બિલિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થાય છે.
વર્ષ 2023-24માં આ સૌર પ્લાન્ટો દ્વારા 454989 યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે, જેના પરિણામે વીજળી બોર્ડ દ્વારા સપ્લાય કરવામાં આવતી ઊર્જાના પ્રતિ યુનિટ ખર્ચમાં સૌર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઊર્જાના ખર્ચની સરખામણીમાં તફાવત જોવા મળે છે જેનાથી બિલમાં 27.18 લાખ રૂપિયાની બચત થઈ છે.
રાજકોટ ડિવિઝનમાં અમૃત ભારત પ્રોજેક્ટ હેઠળ 15 સ્ટેશનો પર વીજળી વિભાગને લગતા કામો પ્રગતિમાં છે, જેમાં મુખ્યત્વે પ્રકાશની તીવ્રતા વધારવા, વેઇટિંગ હોલમાં એર-કન્ડિશનરની જોગવાઈ, લિફ્ટની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે.
મુસાફરોની સુવિધાઓ પર રેલવેનું ફોકસ રેલવે દ્વારા 2024-25 દરમિયાન 10,000 નોન-એસી કોચોનું થશે ઉત્પાદન
સામાન્ય મુસાફરોના જીવનને સરળ બનાવવા માટે, ભારતીય રેલ્વેએ આગામી બે વર્ષ માટે લગભગ 10,000 નોન-એસી કોચ બનાવવાની યોજના બનાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન લગભગ 10000 કોચનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં 5300 થી વધુ જનરલ કોચ સામેલ છે.
નાણાકીય વર્ષ 2024-25 માં, રેલવે અમૃત ભારત જનરલ કોચો સહિત 2605 જનરલ કોચ,અમૃત ભારત સ્લીપર કોચો સહિત 1470 નોન એસી સ્લીપર્સ, અમૃત ભારત એસએલઆર કોચો સહિત 323 એસએલઆર કોચ, 32 ઉચ્ચ ક્ષમતા વાળી પાર્સલ વાન અને 55 પેન્ટ્રી કાર બનાવવાની યોજના બનાવી છે .
નાણાકીય વર્ષ 2025-26માં, રેલવે અમૃત ભારત જનરલ કોચ સહિત 2710 જનરલ કોચ, અમૃત ભારત સ્લીપર કોચ સહિત 1910 નોન એસી સ્લીપર્સ, અમૃત ભારત એસએલઆર કોચ સહિત 514 એસએલઆર કોચ, 200 ઉચ્ચ ક્ષમતાવાળી પાર્સલ વાન અને 110 પેન્ટ્રી કાર બનાવવાની યોજના બનાવી છે .