આઉટ સ્ટેન્ડિંગ કામગીરી સબબ સતત બીજા વર્ષે એવોર્ડ
રેલવે રાજકોટ ડિવિઝનને બેસ્ટ ટિકિટ ચેકીંગ પર્ફોમન્સ શિલ્ડ મળ્યો છે. આઉટ સ્ટેન્ડીંગ કામગીરી સબબ ત્રીજા વર્ષે એવોર્ડ મળ્યો છે.
ડિવિઝન મેનેજર પી.બી. નિનાવેએ માહિતી આપતા જણાવ્યું કે પશ્ર્ચિમ રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર ગર્ગના હસ્તે એવોર્ડ મળ્યો છે.
૧૪૯૬૯૩ કેસ થકી ‚ા.૮.૨૬ કરોડની આવક થઈ છે. ગત વર્ષે આ આંકડો ૧૪૩૦૯૩ અને ૪.૧૭ કરોડ હતો. આમ ટીકીટ ચેકીંગ કામગીરી ટિકિટ ચેકિંગ ટીમમાં ૨૧ કર્મીઓ ૨ જૂથમાં કામ કરે છે. જેમાં જે.એસ.ચાની, એચ.એચ. સોલંકી, જી.એસ. જાડેજા, એન.જે. મહેતા, એસ.પી. ભૂવા, નીતાબા જાડેજા, જીતેન્દ્ર પરમાર, હિલ્દા ઓકિલી, દિલિપ ધરાજિયા, અક્ષય ગોસાઈ, મદનલાલ બૈરવા, શોભનાથ યાદવ, આશિષ મુલિયાણા, અભય ઉમરેઠીયા, વિજય ગોહેલ, જય મહેતા, એસ.એચ. ધોળકિયા, શૈલેષ દવે, જે.એસ. ત્રિવેદી, શંકર આશનાની, ગૌતમ ચૌહાણ, પાલવ જોશીની ટીમ, વિજય ચૌધરીની ટીમને એવોર્ડ મળ્યો હતો.આ તકે અધિકારીઓ વી.કે. ઉપાધ્યાય, આર.કે. પૂરોહિત, નીલમ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા